GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

2017ના વર્ષમાં આ બોલીવુડ સેલેબ્સ થયાં ‘ફેટ ટુ ફીટ’

2017ના વર્ષમાં અનેક બોલીવુડ સેલેબ્સે ફિટનેસ મંત્ર અપનાવીને ફેટ માંથી ફીટ થવાનું બીડું ઝડપ્યું હતું. 2017ના વર્ષની સાથે તેમણે મેદસ્વીતાને પણ અલવિદા કહી દીધું છે. જો કે ફિલ્મની ડિમાન્ડ અનુસાર આ એક્ટર્સ વજન વધારતાં કે ઘટાડતા હોય છે પરતુ 2017ના વર્ષમાં એવા અનેક સ્ટાર્સ હતાં જેમણે વર્ષોથી જામેલા ચરબીના થરને ઓગાળી નાંખ્યાં છે. તેમાં પ્રથમ આવે છે કોમેડિયન ત્નમય ભટ્ટ અને જાણીતા કોર્યોગ્રાફર ગણેશ આચાર્યનું નામ આવે છે. આ સિવાય અનેક બી-ટાઉન સેલેબ્સે ફિટનેસ માટે સખત મહેનત કરી છે અને આજે તેઓ આપણી સમક્ષ સ્લીમ ટ્રીમ અવતારમાં છે.

ગણેશ આચાર્ય

સ્ટાર્સને પોતાની આંગળી પર નચાવતાં જાણીતા કોર્યોગ્રાફર ગણેશ આચાર્યનું વજન વર્ષ 2015માં 200 કિલો થઇ ગયું હતું. તે પછી તેમણે વજન ઘટાડવાનું બીડું ઝડપ્યું હતું. તેમણે જીમમાં પરસેવો રેડીને આશરે 75થી 80 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. તસવીરમાં જોઇ શકાય છે કે તેઓ હવે ફેટ માંથી એકદમ ફીટ દેખાઇ રહ્યા છે. તેઓ હજુ 30 થી 40 કિલો વજન ઓછુ કરવા માંગે છે.

કરીના કપૂર

ગત વર્ષે તૈમૂરને જન્મ આપ્યાં બાદ કરીના આશરે એક વર્ષ સુધી ગ્લેમર વર્લ્ડથી દૂર રહી હતી. જો કે તે પછી તે પોતાના ગ્લેમરસ અવતારમાં પાછી ફરી છે. જીમ માંથી બહાર આવતાં ઘણી વખત તેને સ્પોટ કરવામાં આવી છે. ગર્ભાવસ્થાના કરાણે વધેલા વજનને નિયંત્રણમાં લાવવા માટે કરીનાએ પણ જીમમાં સખત મહેનત કરી હતી અને આજે તેણે સુડોળ કાયા પરત મેળવી લીધી છે.

તન્મય ભટ્ટ

એઆઇબીના સ્થાપક અને કોમેડિયન તન્મય ભટ્ટે 110 કિલો વજન ઘટાડ્યું છે. તેઓ સખત ટ્રેનિંગ અને સ્ટડ્રીક્ટ ડાયેટના પરિણામે આટલું વજન ઘટાડવામાં સફળ રહ્યાં છે. તસવીરમાં જોઇ શકાય છે કે અગાઉ તેઓ કેટલાં ફેટી હતાં.

કરણ જોહર

 

આ વર્ષે જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરે પણ ફીટ થવા માટે 17 કિલો જેયલું વજન ઘટાડ્યું છે. શષાહરૂખ સાથે જિમમાં વર્કઆઉટ કરતી તસવીરો તેમણે સોશિયલ મીડિય પર શેર કરી હતી. તેમની લુક્સમાં થયેલો ફેરફાર સ્પષ્ટપણે જોઇ શકાય છે.

 

Related posts

ઈન્જેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના ટીબી ટ્રેનિંગ સેન્ટરના ઘનશ્યામ વ્યાસનું નામ આવ્યું સામે

pratik shah

4 વાર ટેસ્ટ છતાં કોરોના ન દેખાયો : તબીબોએ સારવાર કરી હોત તો બધા જ ભરાઈ જાત, આખરે આ ટેસ્ટમાં પકડાયો

Dilip Patel

માત્ર 7 રૂપિયાની બચત કરીને 60 હજાર રૂપિયા પેન્શન મેળવો, 2.28 કરોડ લોકો માટે બન્યા સરળ નિયમો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!