ખુલ્લેઆમ તસતસતા ચુંબનો કરતાં ઝડપાયા આ સ્ટાર્સ, ઐશ્વર્યાએ તો અભિષેકની સામે જ કર્યુ હતું સ્મૂચ

વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે અને આજે કિસ ડે છે. આ અવસરે અમે તમને કેટલાંક એવા પોપ્યુલર ચુંબનો વિશે જણાવીશું જેને લઇને મોટો હોબાળો મચી ગયો હતો. તેમાં ફક્ત બોલીવુડ સ્ટાર્સ જ નહી પરંતુ રાજકારણીઓનો પણ સમાવેશ થાય છે.

અમિતાભ અને જયા બચ્ચન

એક અવોર્ડ ફંક્શનમાં બિગ-બીએ જયાને સૌની સામે કિસ કરી હતી. ખાસ વાત એ છે કે આ અવસરે ત્યાં રેખા પણ હાજર હતાં. આ અવોર્ડ ફંક્શનમાં બિગ-બીને લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ એનાયત થયો હતો.

શિલ્પા શેટ્ટી અને મંદિરના પૂજારી

શિલ્પા શેટ્ટી એકવાર સખિગોપાલ મંદિર પહોંચી હતી અને ત્યાં તેણે પુજારી પાસે પૂજા કરાવી હતી. પૂજા બાદ શિલ્પા સાથે પૂજારી ફોટો પડાવી રહ્યાં હતાં તે જ સમયે પૂજારીએ અચાનક શિલ્પાને ગાલ પર કિસ કરી લીધી. આ નજારો કેમેરામાં કેદ થઇ ગયો અને તેને લઇને પછીથી મોટો હોબાળો થયો હતો.

મિકા સિંહ અને રાખી સાવંત

આ કિસ્સો તો તમને યાદ જ હશે. મીકા સિંહની બર્થ ડે પાર્ટીમાં નશામાં ધૂત મીકાએ રાખીને પકડીને કિસ કરી લીધી હતી. તે સમયે પાર્ટીમાં રાખીનો બોયફ્રેન્ડ અભિષેક પણ હાજર હતો. તે બાદ રાખીએ મીડિયા સામે હંગામો ઉભો કર્યો હતો.

સિદ્ધાર્થ માલ્યા અને દીપિકા પાદુકોણ

એક સમયે દિપિકા પાદુકોણ વિજય માલ્યાના દિકરા સિદ્ધાર્થ માલ્યાને ડેટ કરી રહી હતી. તે સમયે આઇપીએલની મેચ દરમિયાન સિદ્ધાર્થે પોતાના પિતાની સામે જ દીપિકાને સ્મૂચ કર્યુ હતું.

ઐશ્વર્યા રાય અને અજય દેવગણ

એક અવોર્ડ ફંક્શન દરમિયાન અભિષેક બચ્ચન સામે જ અજય દેવગણે ઐશ્વર્યાને કિસ કરી લીધી હતી. આ બધું જ કેમેરામાં કેદ થઇ ગયું હતું. જે પછી આ મુદ્દાને ખૂબ ચગાવવામાં આવ્યો હતો.

રામ જેઠમલાની અને ધર્મેન્દ્ર

સ્મૂચ કરવાના મામલે વકીલમાંથી નેતા બનેલા રામ જેઠમલાનીનું નામ ચર્ચામાં રહ્યું છે. એકવાર કોઇ અવોર્ડ શૉમાં જેઠમલાનીએ એક્ટ્રેસ લીના ચંદ્રવરકરને સ્મૂચ કર્યુ હતુ. આ ઉપરાંત તેમણે એક પબ્લિક ઇવેન્ટમાં જેઠમલાની દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને ચુંબન કરતાં કેમેરામાં કેદ થઇ ગયાં હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter