GSTV

Chandrayaan-2: લેંડરનો તૂટ્યો ઈસરો સાથે સંપર્ક, બોલિવૂડ હસ્તિઓએ ટ્વિટમાં કહ્યું ‘ઈસરો પર ગર્વ અને…’

ચંદ્રયાન-2 લેંડર વિક્રમ ચંદ્ર પર પહોંચવામાં થોડી મિનિટોની વાર હતી અને ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો. ચાંદથી લગભગ 2.1 કિલોમીટર ઉંચાઈ પહેલાં જ ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો. ચંદ્રયાન-2ની હજી કોઈ માહિતી મળશે તેની રાહ જોઈ રહ્યા છે. કંટ્રોલ રૂમમાં વૈજ્ઞાનિકો આંકડોની રાહ જોઈ રહ્યા છે.

ડેટાનો અભ્યાસ હજી ચાલુ છે. બોલિવૂડ સેલિબ્રિટીઓએ મિશન માટે આશા વ્યક્ત કરી છે અને તેમણે કરેલા પ્રયાસોને લઈ ઈસરોની પ્રશંસા કરી છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પ્રશંસા કરી છે અને આશા રાખવા કહી ટ્વિટમાં લખ્યું, ‘ આજે આખી દુનિયા ભારત સાથે છે.’ તેણે ઈસરોનો હોંસલો વધારતાં લખ્યું, ”ગિરતે હૈ શહસવાર હી મેદાન-એ-જંગ મેં, વો તિફ્લ ક્યા ગિરે જો ઘુંટનો કે બલ ચલે! બહુ સારું કર્યું ઈસરો.

અમને ગર્વ છે.” ત્યારે રિતેશ દેસમુખે ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરતાં કહ્યું આજે જે આપણને મળ્યું છે તે કોઈ નાની ઉપલબ્ધિ નથી. રિતેશે લખ્યું, ”હમ હોંગે કામયાબ…! ભવિષ્ય એ લોકોનું છે જે પોતાના સપનાંની સુંદરતા પર વિશ્વાસ કરે છે. અમને ઈસરોની આખી ટીમ પર અવિશ્વનીય રૂપથી ગર્વ છે. આજે જે પણ હાંસિલ થયું તે કોઈ નાની વાત નથી.”

આ કલાકારોમાં ફિલ્મ નિર્માતા અને ફિલ્મ અનુચ્છેદ 15ના નિર્દેશક અનુભવ સિંહાએ ટ્વિટ કરતાં કહ્યું, ‘મને આશા છે કે આગળ આનાથી પણ વધુ સારું થશે. વેલ ડન ઈસરો.’ લેંડર રાત્રે લગભગ એક વાગ્યાને 38 મિનિટ પર ચાંદ પર પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ, પરંતુ ચાંદની નજીક આવતા 2.1 કિલોમિટરની ઉંચાઈ પર તેનો સંપરક્ તૂટી ગયો.

વિક્રમે રફ બ્રેકિંગ અને ફાઈન બ્રેકિંગ ફેઝને સફળતાપૂર્વક પૂરું કરી લીધું, પરંતુ સોફ્ટ લેંડિંગ પહેલા જ તેનો ઘરતી સાથે તૂટી ગયો. તેની સાથે વૈજ્ઞાનિકો અને દેસના લોકોનો ચહેરા પર નિરાશા છવાઈ ગઈ હતી. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મિશનને હજી અસફલ ન કહી શકાય. લેંડર સાથે એક વાર ફરી સંપર્ક થઈ શકે છે.

Read Also

Related posts

રેકડીવાળા અને છૂટક વિક્રેતાના નસીબ ખુલી જવાના છે, 27 તારીખે વડાપ્રધાન મોદી આપવાના છે આ લોન

Pravin Makwana

બિહારમાં મતદાન પહેલા ભાજપે 2 વર્તમાન ધારાસભ્ય, 4 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો

Nilesh Jethva

પીએમ મોદી રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!