મૉડલ અને એક્ટ્રેસ બ્રુના અબ્દુલ્લાહ હાલનાં દિવસોમાં પોતાની પુત્રી સાથે ખાસ સમય વિતાવી રહી છે.

આ દરમ્યાન ઘણા ખાસ ફોટા તેણે સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા છે. આ ફોટામાં બ્રૂના પુત્રી એલિઝાબેથની સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.


બ્રુના તેના બોયફ્રેન્ડ અને પુત્રીની સાથે સમુદ્રના કિનારે દેખાઈ રહી છે.

તેણે ફોટા શેર કરતાં લખ્યુ છેકે, ‘ઈસાબેલનો બીચ ઉપર પહેલો દિવસ, તે ફક્ત પાંચ મહિનાની છે અને તેમ છતાં તે આ બહુજ એન્જોય કરી રહી છે. તું મારા માટે દુનિયાની સૌથી સુંદર ભેટ છે.’

તેના બોયફ્રેન્ડની સાથેનો ફોટો શેર કરતાં તેણે પરફેક્ટ ફેમિલી ગણાવી હતી.

જણાવી દઈએકે, બ્રુના હંમેશા તેની પુત્રી સાથેનાં ફોટા શેર કરતી રહે છે.

જેમાં ક્યારેક તે પોતાની પુત્રીને પ્રેમ કરતી તો ક્યારેક તેની સાથે મસ્તી કરી જોવા મળે છે.

પાંચ મહિના પહેલાં જ બ્રુનાએ તેનાં પહેલાં બાળકને જન્મ આપ્યો છે.

તેણે પોતાના પહેલાં બાળકને લગ્ન પહેલાં જ 31 ઓગષ્ટ 2019નાં રોજ જન્મ આપ્યો હતો.

બ્રુનાએ ડિલીવરીનાં ફક્ત પાંચ જ મહિનામાં એકવાર ફરી પોતાનું બોડીને પરફેક્ટ શેપમાં લાવી દીધુ હતુ.
READ ALSO
- ક્રિકેટ : પ્રેક્ષકો માટે સ્ટેડિયમના દરવાજા ખૂલશે કે નહીં એ હવે ગુજરાત પર નિર્ભર, આ રાજ્યમાં તો ખાલી સ્ટેડિયમમાં રમાશે ટેસ્ટ
- શું તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ બેંક તમને આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન
- ઓવૈસી બંધુઓની એન્ટ્રી : AIMIM પાર્ટીના આગમનથી કોંગ્રેસના ધારાસભ્યોમાં ફફડાટ, માઈનોરિટી વોટ વહેંચાશે
- પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, આતંકી ઘૂસણખોરી માટે બનાવેલી 30 ફૂટ ઊંડે ટનલનો બીએસએફ જવાનોએ કર્યો પર્દાફાશ
- સુરત પોલીસ ક્યારે લેશે એક્શન/ હવે તો વીડિયો પણ વાયરલ થયાં, જાહેરમાં લોકો રમી રહ્યા છે જૂગાર