નવેમ્બરમાં રિલીઝ થયેલી દરેક ફિલ્મ ગઈ મેગા ફ્લોપ, બોલિવૂડને પડ્યો મોટો ફટકો

આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયેલ દરેક ફિલ્મ ફ્લોપ ગઈ છે. જ્યારે કે, નવેમ્બર મહિનામાં ફિલ્મ રિલીઝ કરવા માટે નિર્માતાઓમાં હરિફાઈ લાગેલી જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે દરેકની આશા પર પાણી ફરી ગયું છે. લાંબા વિવાદ બાદ રજુ થયેલી સની દેઓલની ફિલ્મ મહોલ્લા અસ્સી, ગોવિંદા અને પહલાજ નિહલાનીની ફિલ્મ રંગીલા રાજા પર સેન્સરની કાતરની લપેટમાં આવી ગઈ, હોટલ મિલન અને ભૈયાજી સુપરહિટ જેવી ફિલ્મોથી તો આમેય કોઈ ખાસ અપેક્ષા નહોતી.

વર્ષની શરૂઆત જેટલી સારી હતી એટલે ટ્રેડ એક્સપર્ટને ખાસ આશા નહોતી. પરંતુ એનાવલિસ્ટ આશા રાકે છે. આ મહિનામાં એક પણ ફિલ્મ કોઈ ખાસ જાદુ ન દેખાડી શકી. જો કે, જે ફિલ્મેના સારા પ્રદર્શનની અપેક્ષા હતી તે ફિલ્મોને દિવાળી વિકેન્ડનો કોઈ ફાયદો મળ્યો નહિ. વાત કરીએ બજેટની તો, ઘણી અપેક્ષાવાળી બિગ બજેટ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન 300 કરોડની બીગ બજેટ મુવી છે. જેણે આજ સુધી બોક્સ ઓફિસમાં 261.9 કરોડની કમાણી કરી છે. 200 કરોડના બજેટમાં બનેલી  ઝીરો તેની રેસમાં છે.

લો બજેટ મુવી પીહુ 2 કરોડની છે. ભૈયાજી સુપરહિટે બે દિવસમાં 28 મિલિયનવ ડોલરની કમાણી કરી છે. આવનારી બિગ બજેટ ફિલ્મ 2.0નું રિલીઝ હજી બાકી છે. જો કે, તેને બોલિવુડ ફિલ્મમાં ન ગણાય કેમ કે, તે તમિલ ભાષામાં બનેલી છે. ત્યાર બાદ હિન્દીમાં ડબ કરવામાં આવી છે. સૌથી મોટી બીગ બજેટ મુવીમાં 540 કરોડમાં બનેલી 2.0 આવે છે. જે રજનીકાન્ત અને અક્ષય કુમારની ફિલ્મ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter