GSTV
Home » News » લગ્ન બાદ પણ આ બોલિવૂડની હસિનાઓએ કર્યા છે લફરાં, આ સેલિબ્રીટી સાથે જોડાયાં છે નામ

લગ્ન બાદ પણ આ બોલિવૂડની હસિનાઓએ કર્યા છે લફરાં, આ સેલિબ્રીટી સાથે જોડાયાં છે નામ

બોલીવૂડ સ્ટાર્સ વચ્ચે પ્યાર-મહોબ્બત અને ઇશ્કની વાતો દરેક ફિલ્મમાં જોવા મળે છે. જોકે તેમની વચ્ચે ટકરાવ થાય તો બ્રેકઅપ પણ જલ્દી થઈ જાય છે. હકિકતમાં એવું છે કે અભિનેત્રીઓ પોતાની રિયલ લાઈફમાં તો સારી પત્નિ હોય જ છે. પરંતુ ફિલ્મોમાં તેમનાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ જરૂર જોવા મળે છે. એટલે કે પતિ હોવા છતાં અન્ય પુરૂષ સાથે સંબંધ ધરાવે છે. જો કે આ મામલામાં અભિનેતાઓ પણ પાછળ નથી.

એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની લિસ્ટમાં પ્રથમ નામ રાની મુખરજીનું છે. યશ ચોપરા ખાનદાનની પૂત્રવધૂ રાની મુખરજીએ ફિલ્મ અલવિદા ના કહેના માં અભિષેક બચ્ચન સાથે અને શાહરૂખ ખઆન પ્રિતી ઝીંટા સાથે લગ્ન કરે છે. છતાં બન્ને કપલ એકબીજાથી ખુશ હોતા નથી. પરંતુ ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે રાની મુખરજી અને શાહરૂખ ખાનને મળે છે.ત્યારે બન્ને એકબીજાને પસંદ કરે છે અને પછી બન્ને વચ્ચે અફેર્સ શરૂ થાય છે.

ફિલ્મ હમારી અધુરી કહાનીમાં વિદ્યા બાલનનાં લગ્ન કોઈ અન્ય શખ્સ સાથે થાય છે. લગ્ન પછી ફિલ્મની પટકથા મુજબ ઇમરાન સાથે વિદ્યા બાલનનું અફેર્સ શરૂ થાય છે.

સુપરહિટ ફિલ્મ રોકસ્ટારમાં નવોદિત અભિનેત્રી નરગિસ ફખરીનાં લગ્ન થઈ ગયા હોય છે. તેમ છતાં તે જુના-પુરાણા મિત્ર રણવીરને મળે છે. ત્યારે નરગિસને તેની સાથે પ્રેમ થઈ જાય છે.ફિલ્મ મસ્તીનાં ત્રણેય પાર્ટમાં ત્રણેય હિરો એટલે કે વિવેક ઓબેરોય,રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાનીનાં લગ્ન થઈ ગયા હોવા છતાં તેમનાં અફેર્સ ચાલે છે.

સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બીબી નંબર-1 માં સલમાન ખાનનાં લગ્ન કરિશ્મા કપૂર સાથે થાય છે. તેમ છતાં સુષ્મિતા સેન સાથે સલમાનનું ઇલુ-ઇલુ ચાલે છે.

ફિલ્મ સિલસિલામાં જયા ભાદુરી સાથે લગ્ન થયા હોવા છતાં અમિતાભ બચ્ચન પોતાની જુની પ્રેમિકા રેખાને છુપી-છુપીને મળવા જાય છે.

અક્ષય કુમાર અને કરિના કપૂરની ફિલ્મ બે વફામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે અક્ષય કુમાર પાછળ રહી જાય છે. હિરોઈન કરીના કપૂરનાં લગ્ન અનિલ કપૂર સાથે થાય છે.ત્યારે થોડા સમય પછી અક્ષય કુમાર અને કરીના કપૂરનો આમને-સામને આવે છે. ત્યારે બન્ને ફરી પાછા મળે છે અને પ્રેમનાં અંકુર ફુટે છે.

મલ્લિકા શેરાવત અને ઇમરાન હાશ્મિની ફિલ્મ મર્ડર વિશે તો આપ બધા જાણો જ છો.ફિલ્મમાં મલ્લિકા એક્ટર અષ્મિત પટેલની પત્નિ હોય છે. તેમ છતાં મલ્લ્કિાનાં દિલમાં ઇમરાન માટે કુણી કુણી લાગણી જન્મે છે.જે પ્રેમમાં પરિણમે છે.

READ ALSO 

Related posts

બોલિવુડના આ અભિનેતાએ ભાજપની જીત પર ખાધી 5 કસમો, જાણો

Mansi Patel

મોદી હવે નથી રહ્યા ‘ચોકીદાર’ રિઝલ્ટ આવી જતાં ગણતરીના કલાકોમાં બની ગયા PM

Arohi

દુનિયાના ઘણા દેશોએ GST લાગુ કર્યા પછી ગુમાવી છે સત્તા, તો PM મોદીએ એવું તો શું કર્યું કે ફરી બની ગયા સત્તાના સમ્રાટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!