GSTV
Bollywood Entertainment Trending

બોલિવૂડના લોકપ્રિય ખલનાયકે 60 વર્ષની ઉંમરે કર્યા લગ્ન, આશિષ વિદ્યાર્થીના લગ્નની તસવીરો સામે આવી

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વિલનના રોલથી ફેમસ થયેલા આશિષ વિદ્યાર્થી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ અભિનેતાએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે.

અભિનેતા આશિષ વિદ્યાર્થી આજે કોર્ટ મેરેજ કર્યા

આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે આસામની રૂપાલી બરુઆ સાથે છુપી રીતે લગ્ન કર્યા છે. આ કપલે આજે તેમના નજીકના મિત્રોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. આશિષ તેના લગ્ન પ્રસંગે કહ્યું કે, ‘જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવું એ એક અસાધારણ લાગણી છે. આ કપલે આજે કોલકાતા ખાતે લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ, આ કપલ ટૂંક સમયમાં તેમના મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.

આશિષની પત્ની રૂપાલી કોણ છે ?

આશિષના લગ્નની તસવીરો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આ જ સવાલ પૂછી રહ્યા છે. અભિનેતા આશિષની પત્ની કોણ છે ? તો જણાવી દઈએ કે, રૂપાલી આસામની ફેશન ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. તે ગુવાહાટીની છે અને કોલકાતામાં ફેશન સ્ટોર ધરાવે છે.

આજે રાતે થશે ગેટ-ટુગેધર

આ કપલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આજે સવારે અમે કોર્ટ મેરેજ કર્યા છે અને સાંજે અમે ગેટ-ટુગેધર કરીશું. આશિષે તેની લવ સ્ટોરીનો વિશે વાત કરતા કહ્યું કે, ‘આ એક લાંબી સ્ટોરી છે ક્યારે પછી તેના પર ખુલાસો કરીશ.’ આ અંગે રૂપાલીએ કહ્યું કે, અમે થોડા સમય પહેલા મળ્યા હતા અને અમે અમારા સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. અમે બંને ઈચ્છતા હતા કે અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થાય.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો

Nakulsinh Gohil

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu
GSTV