GSTV
Home » News » ત્રણેય ખાન્સ સાથે કામ કરવા તમામ હદો પાર કરે છે એક્ટ્રેસીસ, પણ આ હસીનાઓએ તો….

ત્રણેય ખાન્સ સાથે કામ કરવા તમામ હદો પાર કરે છે એક્ટ્રેસીસ, પણ આ હસીનાઓએ તો….

બોલિવુડમાં ડેબ્યુ કરી ચૂકેલી અથવા તો કરવા જઈ રહેલી મોટા ભાગની એકટ્રેસિસનુ એ ડ્રીમ રહે છે કે તેઓ બોલિવુડની ત્રણેય સુપર ખાન્સ સાથે ફિલ્મ કરે. દીપીકા પાદુકોણ, અનુષ્કા શર્મા, ડેઝી શાહ, ઝરીન ખાન. આવી ઘણી બધી એકટ્રેસિસ છે જેઓ પોતાનું ફિલ્મી ડેબ્યુ જ આ ત્રણેય ખાન્સ સાથે કરી ચૂકી છે. પરંતુ એવી પણ ઘણી બધી એકટ્રેસિસ છે જેમને આ સુપર ખાન્સની ફિલ્મોમાં લીડ રોલ ઓફર થયો પરંતુ આ હસીનાઓને આ  ફિલ્મો ઠુકરાવી દીધી. તો ચાલો જોઇ હસીનાઓની લિસ્ટ….

ટ્વિંકલ ખન્ના

આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ જોડાઈ રહ્યુ છે બોલીવુડની બ્યુટિફૂલ અદાકારા ટ્વિંકલ ખન્નાનુ નામ. કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં ટ્વિંકલને રાની મુખર્જીનો ટીનાનો રોલ કરણે ઓફર કર્યો હતો. પરંતુ ટ્નિંકલે આ રોલ પ્લે કરવાનો સાફ ઈનકાર કરી દીધો.

ઐશ્વર્યા રાય બચ્ચન

હવે આ લિસ્ટમાં નામ આવે છે ઐશ્વર્યા રાય બચ્ચનનું. આમિર ખાનની ફિલ્મ રાજા હિંદુસ્તાની માટે મેકર્સની પહેલી પસંદ કરીશ્મા કપૂર નહીં પરંતુ ઐશ્વર્યા રાય હતી. પરંતુ કોઈ બ્યુટિકોમ્પિટીશનમાં પાર્ટ લેવાનુ બહાનુ આપી ઐશબેબીએ આ રોલ ઠુકરાવી દીધો અને પછી આ રોલ જઈ પડ્યો કરીશ્માની ઝોળીમાં.

શિલ્પા શેટ્ટી

shilpa shetty

તો હવે આ કડીમાં જોડાઈ રહ્યુ છે ઠુમકા ક્વિન શિલ્પા શેટ્ટીનુ નામ.શાહરૂખ ખાનની  ફિલ્મ બાદશાહમાં ટ્વિંકલ ખન્નાના રોલ માટે પહેલા શિલ્પા શેટ્ટીનો અપ્રોચ કરવામાં આવ્યો હતો પણ ફિલ્મ ડિલે થવાના કારણે શિલ્પાએ આ ફિલ્મમાંથી બેક આઉટ કરી લીધુ.

કરીના કપૂર ખાન

તો હવે આ લિસ્ટમાં શામેલ થવા જઈ રહ્યુ છે બોલિવુડની બેબો કરીના કપૂર ખાનનુ નામ. વિરે દિ વેડિંગ એકટ્રેસ કરીના કપૂર આમ તો ખાન ફેમેલીઝની ઘણી ક્લોઝ છે. ત્યારે શાહરૂખ ખાન સાથે ફિલ્મ કલ હો ના હોમાં કામ કરવાનો ચાન્સ પણ બેબોને મળ્યો હતો. પરંતુ, વધારે પડતી ફીઝ ડીમાન્ડ કરવાથી મેકર્સે આ ફિલ્મમાં કરીનાની જગ્યાએ પ્રિતી ઝિંટાને લીધી અને આ ફિલ્મ રહી બ્લોકબસ્ટર.

કાજોલ

આ લિસ્ટમાં બીજુ નામ છે બોલિવુડ કી એવરગ્રીન એકટ્રેસ કાજોલનું. તમને જાણીને ચોક્કસથી નવાઈ લાગશે કે આમીર ખાનની ફિલ્મ થ્રી ઈડિયટ્સ માટે પહેલા કાજોલનો અપ્રોચ કરાયો હતો.પરંતુ પોતાના માટે કોઈ જ સ્પેસ ન દેખાતા કાજોલે આ ફિલ્મ કરવાની ના કહી દીધી.

દીપીકા પાદુકોણ

બોલિવુડ ની મસ્તાની દીપીકા પાદુકોણ કા નામ  સલમાન ખાનની ફિલ્મ સુલતાન માટે અનુષ્કા શર્મા પહેલા, દિપીકા પાદુકોણને મેકર્સ લેવા માંગતા હતા પણ દીપી મેડમે આ ફિલ્મ કરવાનો ઈન્કાર કરી દીધો કારણ કે, તેને આ ફિલ્મમાં કંઈ ઈન્ટ્રેસ્ટિંગ ન લાગ્યુ.

આ એ હસીનાઓ હતી જેમણે બોલિવુડમાં પોતાની અલગ જ જગ્યા બનાવી છે અને તેમણે પ્રૂવ કરી દીધુ છે કે તેમની સફળતા ખાન્સની મહોતાજ નથી.

Read Also

Related posts

કૃષિ કોમોડીટી બજારની તેજીની આગેવાની આ પાકે લીધી, 5 વર્ષમાં સૌથી ઊંચા ભાવ

Karan

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!