GSTV
Home » News » બોલીવૂડની આ એક્ટ્રેસના રહ્યા છે એકથી વધુ સંબંધ, એકના તો હતા 9 બોયફ્રેન્ડ

બોલીવૂડની આ એક્ટ્રેસના રહ્યા છે એકથી વધુ સંબંધ, એકના તો હતા 9 બોયફ્રેન્ડ

ફિલ્મ જગતમાં શરૂઆતના તબકકાથી જ કોઇને કોઇ સાથેના અફેર કે બ્રેકઅપની વાતો જોડાયેલી જ છે. હિન્દી સિનેમા અને  આજના બોલીવૂડમાં કેટલીય બાબતો બદલાઇ ગઇ પણ આ અફેર અને બ્રેકઅપની વાતો જ બદલાઇ નથી. કોઇ પણ અભિનેતા કે અભિનેત્રીના નામ અફેર માટે કયારે આવી જાય તે કંઇ કહી શકાય નહીં. કેટલીક અભિનેત્રીના નામ તો એકથી વધારે લોકો સાથે જોડાયેલા હોય છે, તો આવો જાણીએ કેટલીક અભિનેત્રીઓના અફેરની વાતો.

પ્રિયંકા ચોપડા

પોતાના અભિનયથી દૂનિયાભરમાં નામ કમાઇ રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ગત વર્ષે નીક જોનસ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા પોતાના સંબંધોને લીધે ઇન્ડસ્ટીમાં અવાર નવાર ચર્ચામાં આવતી હતી. અસીમ મરચન્ટ, હર્મન બાવેજા, શાહીદ કપૂર, અક્ષયકુમાર, શાહરૂખ ખાન અને ટોમ ડિડિલ્સન સાથે તેનું નામ ચર્ચાઇ ચુક્યું છે.

આલીયા ભટ્ટ

આલીયા ભટ્ટ અત્યારે ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે બહુ જ ઓછા સમયમાં આ નામના મેળવી લીધી છે. અત્યારે તે રણબીર કપૂર સાથે સંબંધ ધરાવે છે પણ અગાઉ તેનું નામ કેટલાય લોકો સાથે જોડાયેલું હતું જેમાં વરૂણ ધવન, અર્જુન કપૂર, સિધ્ધાર્થ મલ્હોત્રા, ઉદ્યોગપતિ કવીન મિતલ, અલી દદારકર અને તેના બાળપણના મિત્ર રમેશ દૂબેના નામ સામેલ છે.

અનુષ્કા શર્મા

Anushka Sharma bollywood

અનુષ્કા શર્મા અત્યારે ભલે ફિલ્મોમાં બહુ દેખાતી ન હોય પણ એક સમયે ફિલ્મોમાં તેનો દબદબો હતો. અનુષ્કાએ ર૦૧૭માં ભારતીય કિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. તેના લગ્ન અગાઉ તેનું નામ ૬ લોકો સાથે જોડાયેલું હતું. જેમાં ઝોહેબ યુસુફ, રણબીર કપૂર, રણવીરસિંહ, શાહીદ કપૂર, સુરેશ રૈના અને અર્જુન કપૂરના નામ સામેલ છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ અત્યારે બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાં એક ગણાય છે. દીપિકાએ  ગત વર્ષે નવેમ્બર માસમાં એક્ટર રણવીરસિંહ સાથેના લાંબા સંબંધ બાદ લગ્ન કરી લીધા છે. પણ એ અગાઉ તેનું નામ રણવીરસિંહ ઉપરાંત અન્ય ૯ સાથે જોડાઇ ચુક્યું છે.એમ.એસ.ધોની, યુવરાજસિંહ, નિહાર પંડ્યા, ઉપેન પટેલ, રણબીર કપૂર, સિધ્ધાર્થ માલ્યા, મુઝમીલ ઇબ્રાહીમ અને તેના બાળપણના મિત્ર રવિ ચૌહાણ સાથે અફેર હોવાની ખબરો હતી.

Read Also

Related posts

‘મારા બાપુજી ધારાસભ્ય છે…’ ટ્વિટ ભારે પડ્યું, ધારાસભ્ય મનજિંદર સિંહને, મળી માનહાનિની નોટિસ

NIsha Patel

સરકારે નળ સરોવરના રક્ષણ માટે એક્શન પ્લાન ઘડ્યો, 11 ઉચ્ચ અધિકારીઓને બનાવ્યા ટાસ્કફોર્સના સભ્ય

Mayur

જ્યારથી પદ સંભાળ્યું છે ભગવાનને પૂછુ છું- મને CM કેમ બનાવ્યો?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!