GSTV

ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના નિધનથી બોલિવૂડ શોકમાં ગરકાવ, અનેક આંખોમાંથી વહ્યો અશ્રુધોધ

સુશાંત

Last Updated on June 14, 2020 by pratik shah

ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. વર્ષ 2020 બોલિવૂડ માટે નિરાશાજનક રહ્યું છે. પહેલા ઈરફાનખાન ત્યારબાદ ઋષિ કપુરનું નિધન થયું હતું. ત્યારબાદ હવે ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે પોતાના બ્રાંન્દ્રા સ્થિત નિવાસ સ્થાને ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

કઈ કઈ ફિલ્મમાં કર્યું છે કામ ?

સુશાંતસિંહ રાજપુતે એમએસ ધોની-અનટોલ્ડ સ્ટોરી, રાબ્તા, કેદારનાથ, છિછોરે, દિલબેચારા, ડ્રાઈવ, પીકે, કાઈપો છે, સુદ્ધ દેશી રોમાંસ, ડિટેક્ટીવ બ્યોમકેસ બક્ષી, કેદારનાથ સહિતની વિવિધ ફિલ્મોમાં પોતાનો અભિનય રજૂ કર્યો હતો. ફિલ્મ અભિનેતાએ પોતાના અભિનયથી ચાહકોના અને દર્શકોના દીલ જીતી લીધા હતાં.

નાના પદડા પરથી કરી હતી કારકીર્દીની શરુઆત

ફિલ્મી પદડા ઉપરાંત તેમણે ટીવીના નાના પદડે પણ કામ કર્યું હતું. સુશાંતસિંહ રાજપુતે સૌથી પહેલા કિશ દેશમે હૈ મેરા દિલ નામની ટીવી સીરીયલથી પદાપર્ણ કર્યું હતું. ત્યારબાદ એકતા કપુરની સીરીયલ પવિત્ર રિશ્તામાં દેખાયો હતો. આ ઉપરાંત ઝલક દીખલા જા અને જરા નચકે દિખા નામના ટીવી શોમાં ભાગ લીધો હતો. સુશાંતસિંહ રાજપુતનો જન્મ જાન્યુઆરી 1986માં બિહારના પૂર્ણિયા જિલ્લામાં થયો હતો.

Related posts

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!