GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

માત્ર વિદ્યા બાલન નહીં આ 7 અભિનેત્રીઓએ પણ કર્યા છે વેશ્યાના રોલ પ્લે, 2 હિરોઇને કરી બોલ્ડનેસની હદો પાર

આજે બોલિવુડની ખૂબસુરત અદાકારા વિદ્યા બાલનનો જન્મદિવસ છે. વિદ્યાએ આજે 40 વર્ષ પૂર્ણ કર્યા. તેનો જન્મ મુંબઇના ચેમ્બુરમાં 1979માં થયો હતો. વિદ્યાએ પોતાની કરિયરમાં ઘણી બોલ્ડ ફિલ્મો પણ કરી. જેમાંની એક ફિલ્મ હતી ડર્ટી પિક્ચર. જેમાં વિદ્યાનું કેરેક્ટર આજે પણ યાદ કરાય છે. જોકે આ ફિલ્મમાં વિદ્યાનો રોલ બોલ્ડ હતો અને એક હિરોઇન તરીકેનો હતો, પણ વિદ્યાએ એક વેશ્યાના કિરદારમાં ફિલ્મમાં જીવ રેડી દીધો હતો ખબર છે કઇ ? ઓકે પણ એ પહેલા જાણી લઇએ કે વિદ્યા એક માત્ર એવી હિરોઇન નથી જેણે આ પ્રકારની બોલ્ડ ફિલ્મો કરી હોય. વિદ્યા સિવાય પણ કેટલીક અભિનેત્રીઓ છે જેણે બોલ્ડનેસની તમામ હદો પાર કરી વેશ્યાઓના કિરદાર પ્લે કર્યા છે.

કરિના કપૂર

2004માં આવેલી ચમેલી ફિલ્મમાં કરિના કપૂર ખાને વેશ્યાનો રોલ પ્લે કર્યો હતો. જોકે ફિલ્મ તો ન ચાલી પણ કરિનાની એક્ટિંગની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી.

હુમા કુરૈશી

વર્ષ 2015માં શ્રીરામ રાઘવનની ફિલ્મ બદલાપુર આવી. જેમાં હુમા કુરૈશીએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી. હુમા કુરૈશી આ ફિલ્મમાં વેશ્યાનો રોલ પ્લે કરી રહી હતી. ફિલ્મના ખૂબ ઓછા સીન્સમાં તે નજર આવી જેમાં વરૂણ ધવન સાથે તેણે બોલ્ડ સીન્સ આપવાના કારણે તે ચર્ચામાં રહી હતી.

કરિના કપૂર

કરિના કપૂરે ફરી એકવાર 2012માં આવેલી ફિલ્મ તલાશમાં વેશ્યાનો રોલ પ્લે કર્યો. જેમાં તે આમિર ખાન સાથે નજર આવી હતી. ફિલ્મ તો બોક્સઓફિસ પર પીટાઇ ગઇ પણ કરિનાનો કિરદાર ચમેલીની માફક જ હિટ થઇ ગયો હતો. જોકે કરિનાએ ફિલ્મમાં એટલી બોલ્ડનેસ નહોતી બતાવી.

રાની મુખર્જી

રાની મુખર્જીએ રણબીર કપૂરની ડેબ્યુ ફિલ્મ સાંવરિયામાં વેશ્યાનો રોલ પ્લે કર્યો હતો. જેમાં તે સેક્સવર્કર ગુલાબજીના રોલમાં નજર આવી હતી. ફિલ્મમાં તેનો રોલ નાનો પણ એકંદરે સારો કહી શકાય તેવો હતો.

પ્રિતી ઝિન્ટા

ડિંપલ ગર્લ તરીકે ખ્યાતનામ પ્રિતી ઝીંટાએ પોતાના કરિયરની શરૂઆતમાં વેશ્યાનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં પ્રિતી સિવાય સલમાન અને રાની મુખર્જી પણ હતા. ફિલ્મ હતી ચોરી ચોરી ચૂપકે ચૂપકે. જોકે ફિલ્મ અને તેનો રોલ કંઇ ખાસ ઇમ્પ્રેસ નહોતો કરી શક્યો.

એશ્વર્યા રાય બચ્ચન

વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચને પણ પોતાની કરિયરમાં વેશ્યાનો રોલ પ્લે કર્યો છે. 2006માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનમાં તે વેશ્યા તરીકે જોવા મળી હતી જેમાં તેની સાથે અભિષેક બચ્ચન હતો. ફિલ્મ અને રોલ બંન્ને કંઇ ખાસ નહોતા રહ્યા.

કલ્કિ કોચલીન

કલ્કિએ વેશ્યાના રોલમાં ખૂબ પ્રભાવ છોડ્યો છે. દેવડી ફિલ્મમાં તેણે વેશ્યાનો રોલ પ્લે કરેલો. સ્કૂલ જનારી એ છોકરી જે સેક્સ વર્કર પણ છે. ફિલ્મમાં તેનો રોલ ઘણો જ પ્રભાવશાળી હતો. ઉપરથી બીજી તમામ અભિનેત્રીઓ કરતા તેના રોલમાં પરિપક્વતા દેખાતી હતી.

વિદ્યા બાલન

અને આખરે બર્થડે ગર્લ વિદ્યા બાલને પોતાની કરિયરમાં બેગમ જાન નામની ફ્લોપ ફિલ્મ કરી, પણ આ ફ્લોપ ફિલ્મમાં તેનો રોલ ઘણો હિટ રહ્યો હતો. જે ફિલ્મ ભાગલાની કહાની પર આધારિત હતી.

READ ALSO

Related posts

વાહ રે ગુજરાત સરકારનું મેનેજમેન્ટ, પરિવાર મૃતદેહ લેવા 12થી 14 કલાક સુધી સિવિલોના ખાય છે ધક્કા

Harshad Patel

JEE-NEETની પરિક્ષા માટે એપ્લીકેશન વિંડો ખુલ્લી, બદલી શકો છો તમારૂ પરિક્ષા કેન્દ્ર

Mansi Patel

આ ટીવી એક્ટ્રેસના ડાન્સ પર ફેન્સ થઈ ગયા અત્યંત ખુશ, વારંવાર જોવાઈ રહ્યો છે આ વિડિયો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!