GSTV
Home » News » હોટલનું બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ અભિનેત્રી, પોલીસે પકડી તો માંગ્યો સમય

હોટલનું બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ અભિનેત્રી, પોલીસે પકડી તો માંગ્યો સમય

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એકથી વધારે ફિલ્મો આપનારી પૂજા ગાંધી એક વિવાદને કારણે ચર્ચામાં આવી છે. અહેવાલ મુજબ, પૂજાએ 4.5 લાખ રૂપિયાનું બિલ ચૂકવ્યું નથી અને ફરાર થઈ છે તેવો તેની પર આરોપ લાગ્યો છે. પૂજા છેલ્લા કેટલાંક દિવસથી બેંગલુરૂના એક આલીશાન હોટલમાં રહેતી હતી. હોટલની સર્વિસનો આનંદ ઉઠાવનારી પુજાને જ્યારે ખબર પડી કે બિલ 4.5 લાખ રૂપિયાથી ઉપર થયુ છે તો તેમણે બિલ ચૂકવ્યા વગર ત્યાંથી ફરાર થવાનું આયોજન કર્યુ.

પૂજાને ગાયબ થતાં જોઈને હોટલ કર્મચારીઓએ ફરાર થવાના સમાચાર આવ્યા તો તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં આ વાતની ફરીયાદ નોંધાવી. જ્યારે આ મામલામાં પોલીસની તપાસ માટે પોલીસે પૂજા સાથે પૂછપરછ કરી તો તેમને 2 લાખ રૂપિયા ચૂકવ્યાં. હવે અપડેટ છે કે પૂજા બાકીના પૈસા ચૂકવવા માટે થોડો સમય માંગી રહી છે. હોટલના કર્મચારીઓએ પૂજાની આ માંગને સ્વીકારી લીધી છે.

તમિલ, તેલુગૂ અને મલયાલમ ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૂજા સાથે જોડાયેલો વિવાદ આ પ્રથમ મામલો નથી. આ અગાઉ તેણી વર્ષ 2011માં પ્રોડ્યૂસરની સાથે થયેલા પૈસાના વિવાદને લઇને ચર્ચામાં હતી. બંનેએ એકબીજાની સામે કેસ નોંધાવ્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

Mayur

આ…શું! ચોથા ક્રમે બેટિંગ માટે એકસાથે ઉભા થઇ ગયાં ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર!

Bansari

અમદાવાદ : ભાજપના કાર્યકર્તાની હત્યા પાછળ સાઈકલ ગ્રૂપના લોકો હોવાનું સામે આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!