GSTV
Home » News » ત્રણ પાર્ટીઓમાં રાઉન્ડ મારી આવેલ જયા પ્રદા આખરે ભાજપમાં જોડાયા

ત્રણ પાર્ટીઓમાં રાઉન્ડ મારી આવેલ જયા પ્રદા આખરે ભાજપમાં જોડાયા

સમાજવાદી પાર્ટીમાં સાસંદ રહી ચૂકેલા બોલીવુડ અભિનેત્રી જયા પ્રદા ભાજપમાં જોડાયા છે. ત્યારે ભાજપ જયા પ્રદાને સપાના ઉમેદવાર આઝમ ખાન વિરુદ્ધ રામપુર બેઠક પરથી મેદાનમાં ઉતારી શકે છે. સમાજવાદી પાર્ટીમાંથી 2004 અને 2009માં જયા પ્રદા રામપુર લોકસભા બેઠક પરથી જીતીને સાંસદ રહી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે સપા-બસપાને ટક્કર આપવા મોટી રણનીતી અપનાવી છે.

બોલીવુડમાં લાંબો સમય અભિનેત્રી તરીકે રહેલા જયા પ્રદા 1994માં આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એનટી રામારાવની તેલુગુ દેશમ પાર્ટીમાંથી રાજકીય કારકીર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તેઓ એનટી રામારાવને છોડીને તેલુગુ દેશમના ચંદ્રાબાબુ નાયડૂ જૂથમાં શામિલ થયા હતા. 1996માં તેઓ આંધ્રપ્રદેશથી જ રાજ્યસભા પહોંચ્યા હતા. બાદમાં ચંદ્રાબાબુ સાથે મતભેદ થતાં તેલુગુ દેશમને અલવિદા કરી દીધી અને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.

READ ALSO

Related posts

શરીરના આ ભાગ પર વધારે પડતો સ્માર્ટફોન મૂકવાથી થાય છે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો

Dharika Jansari

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan
Do NOT follow this link or you will be banned from the site!