GSTV

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના જીવને છે જોખમ, પાકિસ્તાનથી મળી રહી હત્યાની ધમકીઓ…

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની હોટ અને બોલ્ડ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. હવે તે અન્ય એક કારણે ચર્ચામાં છે. એક અહેવાલ અનુસાર, એક્ટ્રેસને પાકિસ્તાનથી સતત હત્યાની ધમકીઓ મળી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસને છેલ્લા ઘણા દિવસોથી ફોન થકી ધમકીઓ આપવામા આવી રહી છે, આ ધમકીઓ પાકિસ્તાનના એક નંબર પરથી મળી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કોલ્સ માત્ર એક્ટ્રેસ દિશા પટણીને નહિં પરંતુ પોલીસને પણ કરવામા આવી રહ્યાં છે. ફોન પર દિશાને સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કરવા નહિંતર હત્યા કરાશે તેવી ધમકી આપવામા આવી છે.

‘રાધે’ ફિલ્મમાં સલમાન ખાન સાથે જોવા મળશે…

દિશા આગામી સમયમાં ફિલ્મ ‘રાધે’માં જોવા મળશે. આ સાથે એક્ટ્રેસ દબંગ ખાન એટલે સલમાન ખાન સાથે કામ કરવા જઈ રહી છે. આ અગાઉ ‘ભારત’ ફિલ્મના ગીત ‘સ્લો મોશન’માં સલમાન અને દિશાની કેમિસ્ટ્રી લોકોને ઘણી ગમી હતી. તાજેતરમાં જ સલમાન ખાને આ ફિલ્મને થિએટર્સમાં રીલિઝ કરવાની વાત કહી હતી.આ ફિલ્મ ઈદ પર રીલિઝ થશે. આ ફિલ્મમાં દિશા અને સલમાન ખાન ઉપરાંત જેકી શ્રોફ પણ છે.

READ ALSO

Related posts

ભાજપની બલ્લે બલ્લે/ કોંગ્રેસના ગઢમાં મસમોટુ ગાબડું, આ 3 ધારાસભ્યોના પુત્રોની ભૂંડી હાર

Bansari

ઈનવેસ્ટમેન્ટ/ રિટાયરમેન્ટ બાદ સુકૂનની જીંદગી જીવવા આ રીતે બનાવો ભવિષ્યની યોજનાઓ

Sejal Vibhani

મોટા સમાચાર/ રેલ્વેએ આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોની કીંમતમાં કર્યો 5 ગણો વધારો, હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!