GSTV

જેલ ગયા બાદ બોલિવૂડના આ કલાકારોની હાલત ખરાબ થઈ ગઈ હતી

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ તેના કેસની તપાસમાં ઘણા વળાંકો આવ્યા છે અને મામલો ડ્રગ્સ સુધી પહોંચી ગયો છે. ડ્ર્ગ્સ સંબંધિત આરોપોમાં જ નાર્કોટિક્સ વિભાગે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. આ કેસમાં રિયા અને તેના પરિવારનું નામ એટલી હદે આવી ગયું છે કે હવે રિયા કે તેના ભાઈના ભવિષ્ય અંગે કોઈ કલ્પના કરી શકે તેમ નથી. કોઈના પણ માટે જેલમાં જવું ઘણી ખરાબ બાબત હોય છે કેમ કે જેલમાં ગયા બાદ તમે ઘણું બધું ગુમાવી દો છો અથવા તો એકદમ તાકાતવાન બનીને બહાર આવો છો. બોલિવૂડના કેટલાક સ્ટાર્સ અગાઉ જેલમાં જઈ આવ્યા છે તેમના વિશે વાત કરીએ.


1990ના દાયકામાં સંજય દત્ત બોમ્બે સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં જેલમાં ગયો હતો. તેની સામે ઘરમાં ગેરકાયદે હથિયાર રાખવાનો આરોપ હતો. તેને પાંચ વર્ષની જેલ થઈ હતી. તેની જેલમાં આવન-જાવનની ખૂબ ચર્ચા થતી રહી હતી. અંતે 2016માં તે બહાર આવ્યો. સંજુબાબાએ ઘણી ફિલ્મો કરી અને તેને સફળતા પણ મળી છે. જેમા મુન્નાભાઈ એમબીબીએસનો પણ સમાવેશ થાય છે.


મહાન એક્ટર અને ડાયરેક્ટર ફિરોઝ ખાનના પુત્ર અને ખુદ એક્ટર રહી ચૂકેલા ફરદીન ખાને 1998માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેને કોકેઇન અને ડ્રગ્સ રાખવા અને સપ્લાય કરવાના કેસમાં જેલમાં જવું પડ્યું હતું. જેલમાંથી આવ્યા બાદ તેની કરિયર ઠીક ઠાક ચાલી હતી. તે હવે ઉદ્યોગથી દૂર થઈ ગયો છે.


2006માં હાયાબુસા બાઇક પરથી કન્ટ્રોલ ગુમાવવા બદલ જહોન અબ્રાહમે એક સાઇકલ સવારને ટક્કર મારી દીધી હતી. તેમાં બે વ્યક્તિને ઇજા થઈ હતી. જ્હોનને આ માટે દંડ તો થયો પણ 15 દિવસની જેલ પણ થઈ હતી.


આ ઉપરાંત સલમાન ખાનનો હિટ એન્ડ રનનો કેસ તો ખૂબ જાણીતો છે તેને આ કેસ માટે સજા કરવામાં આવી હતી. તે ઉપરાંત હમ સાથ સાથ હૈ ફિલ્મની શૂટિંગ વખતે કાળા હરણના શિકારના કેસમાં ઘણા કલાકારોના નામ ચગ્યા હતા.

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!