GSTV
Home » News » Kissing સીનમાં એવાં ઓતપ્રોત થઇ ગયાં આ સ્ટાર્સ કે વટાવી ગયાં હદ, દીપિકા-રણવીર તો એવું ભાન ભૂલ્યા કે….

Kissing સીનમાં એવાં ઓતપ્રોત થઇ ગયાં આ સ્ટાર્સ કે વટાવી ગયાં હદ, દીપિકા-રણવીર તો એવું ભાન ભૂલ્યા કે….

બોલીવુડમાં કિસિંગ સીન દર્શાવવો હવે નવી વાત નથી રહી. પરંતુ ઘણીવાર શુટિંગ દરમિયાન કિસ કરતી વખતે બોલીવુડ સ્ટાર્સ એટલા તો ઓતપ્રોત થઇ જાય છે કે ડાયરેક્ટરના કટ કહેવા છતાં પણ આજુ બાજુ શું થઇ રહ્યું છે તેનો તેમને ખ્યાલ સુધ્ધાં નથી હોતો. આજે આપણે આવા જ સ્ટાર્સ વિશે વાત કરીશું જે કોઇની પરવાહ કર્યા વિના શુટિંગ દરમિયાન કિસિંગ સીનમાં ઓતપ્રોત થઇ ગયાં હતા.

દીપિકા-રણવીર

ફિલ્મ ગોલીયો રાસલીલા-રામલીલામાં દીપવીર વચ્ચે એક કિસિંગ સીન હતો. કિસ સીન શુટ કરતી વખતે ડાયરેક્ટરના કટ બોલવા છતાં પણ તેઓ કિસ કરતાં રહ્યાં. કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે ફિલ્મના સેટ પર આશરે 50 લોકો હાજર હતાં, જે આ સીન જોઇને દંગ રહી ગયાં હતા.

રણબીર-દીપિકા

ફિલ્મ યે જવાની હૈ દિવાનીમાં રણબીર કપૂર અને દીપિકા એક સીનમાં કીસ કરી રહ્યાં હતા. તે કિસમાં તેઓ એવા ખોવાઇ ગયાં હતા કે ડાયરેક્ટરનો અવાજ તેમના સુધી ન પહોંચ્યો. જેના કારણે આ સીન ઘણો લાંબો ચાલ્યો.

માધુરી દીક્ષિત-વિનોદ ખન્ના

ફિલ્મ દયાવાનમાં વિનોદ ખન્નાએ માધુરીને કિસ કરવાની હતી. આ સીન દરમિયાન વિનોદ ખન્ના એટલા ખોવાઇ ગયાં હતાં કે સીન કટ થઇ જવા છતાં વિનોદ ખન્ના પોતાની જાતને રોકી ન શક્યા. આ દરમિયાન વિનોદ ખન્ના અનિયંત્રિત બની ગયા અને માધુરી દીક્ષિતના હોઠને બટકો ભરીને કાપી લીધો હતો. વિનોદ ખન્ના કરતા માધુરી દીક્ષિત 20 વર્ષ નાની હતી. ઘણી વિચારસરણી પછી માધુરી તેની સાથે એક કિસ સીનક કરવા માટે તૈયાર થઈ હતી.

ટાઇગર શ્રોફ-જેક્લીન ફર્નાન્ડીઝ

જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઇંગ જટના એક સીનમાં ટાઇગર અને જેક્લીન પણ એક કીસીંગ સીનમાં એવા ખોવાઇ ગયાં હતાં કે કટ બોલવા છતાં આ એક્ટર્સ એકબીજાને કિસ કરતાં રહ્યાં.

સિદ્દાર્થ મલ્હોત્રા-જેક્લીન ફર્નાન્ડીઝ

ફિલ્મ અ જેન્ટલમેનમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેક્લીન ફર્નાન્ડીઝ સાથે કિસીંગ સીન આપ્યાં હતા. આ કિસ સીન દરમિયાન તેઓ સતત કિસ કરી રહ્યાં હતા.

Read Also

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!