GSTV
Home » News » પત્નીને છોડી પોતનાથી અડધી ઉંમરની યુવતીઓ સાથે ઇશ્ક ફરમાવી રહ્યાં છે આ બી-ટાઉન સ્ટાર્સ

પત્નીને છોડી પોતનાથી અડધી ઉંમરની યુવતીઓ સાથે ઇશ્ક ફરમાવી રહ્યાં છે આ બી-ટાઉન સ્ટાર્સ

બોલીવુડમાં બ્રેકઅપ થવું ઘણી સામાન્ય બાબત છે અને બોલીવુડ સ્ટાર્સના છૂટાછેડાની ખબરો પણ અવારનવાર આવતી રહેતી હોય છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે છૂટાછેડા થયા બાદ આ બોલીવુડ સ્ટાર્સ પોતાના કરતાં અડધી ઉંમરની યુવતીઓ સાથે ઇશ્ક ફરમાવતા નજરે પજે છે. તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કયા-કયા એક્ટર્સ સામેલ છે.

અરબાઝ ખાન

51 વર્ષીય અરબાઝ ખાને પોતાના 18 વર્ષના લગ્નજીવન બાદ મલાઇકા અરોરા સાથે છૂટાછેડા લીધા. અરબાઝ હાલ 29 વર્ષીય મોડેલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.

અનુરાગ કશ્યપ

2015માં કલ્કિ કોચલીન સાથે 4 વર્ષના લગ્નજીવનનો અંત આણીને 46 વર્ષીય અનુરાગ કશ્યપ પણ પોતાના કરતા અડધી ઉંમરની યુવતીને ડેટ કરી રહ્યો છે. 24 વર્ષીય શુભા શેટ્ટી સાથે અનુરાગ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યો છે.

અર્જૂન રામપાલ

બોલીવુડ એક્ટર અર્જૂન રામપાલ 46 વર્ષનો છે. માનવામાં આવી રહ્યું છે કે છૂટાછેડા લીધા બાદ 31 વર્ષીય સાઉથ આફ્રિકન મોડેલ ગેબ્રિલા ડેમેટ્રિએડ્ટની તેના જીવનમાં એન્ટ્રી થઇ છે. અર્જૂને લગ્નના 20 વર્ષ બાદ પત્ની મેહર જેસિયાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

ફરહાન અખ્તર

45 વર્ષનો ફરહાન અખ્તર 38 વર્ષીય સિંગર અને એક્ટ્રેસ શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. ચર્ચા છે કે આ જ વર્ષે તેઓ લગ્નના બંધનમાં બંધાઇ જશે. ફરહાન અખ્તરે પત્ની અધુના સાથે લગ્નના 16 વર્ષ બાદ ડાયવોર્સ લીધાં.

મિલિંદ સોમન

ગત વર્ષે જ 53 વર્ષીય મિલિંદ સોમને 27 વર્ષીય અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા હતાં.

Read Also

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

મહેસાણા : જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ, પરિસ્થિતિને કાબુમા લેવા પોલીસના ધાડા ઉતર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!