GSTV
Home » News » નિર્દોષ છુટેલા ચાર ફિલ્મ કલાકારોને કાળિયાર શિકાર કેસમાં સમન્સ

નિર્દોષ છુટેલા ચાર ફિલ્મ કલાકારોને કાળિયાર શિકાર કેસમાં સમન્સ

black buck case

રાજસ્થાનામાં ૧૯૯૮માં બે કાળિયાર હરણના શિકાર કેસમાં ટ્રાયલ કોર્ટે  સૈફ અલીખાન,નીલમ કોઠારી, સોનાલી બેંદ્રે અને તબ્બુ જેવા ચાર ફિલ્મ કલાકારોને નિર્દોષ છોડતા રાજ્ય સરકારે એ ચૂકાદાને આજે પડકારતા હાઇકોર્ટે તમામને સમન્સ પાઠવ્યા હતા.

જસ્ટિસ મનોજ ગર્ગે સ્થાનિક નિવાસી દુષ્યંતને પણ નોટીસ ફટકારી હતી જેને ફિલ્મ કલાકારોની સાથે જ નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો. જોધપુરમાં ૧૯૯૮માં કનકાણી ગામમાં બે કાળિયાર હરણના શિકાર કેસમાં એક માત્ર સલમાન ખાનને જ સજા થઇ હતી.

ટ્રાયલ કોર્ટે ગયા વર્ષે એપ્રીલમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી. જ્યારે અન્ય સહઆરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. રાજ્ય સરકારે કેસને પડકારવામાં વિલંબ કરતાં હાઇકોર્ટે સરકારને લતાડી હતી. કોર્ટે તમામને આઠ સપ્તાહની અંદર તેમના જવાબ રજૂ કરવાનો સમય આપ્યો હતો.

Related posts

યુવતીઓને એકીટશે જોઈ રહેતા હોવ તો ચેતી જજો… કોઈ ખાસ બોડી પાર્ટને જોઈ રહેશો તો આ ખાસ ટોપથી પડી જશે ખબર

Arohi

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની પ્રેમ કહાણી એવી છે જે ક્યાંય વાંચી કે જોઈ નહીં હોય, ફક્ત 40 મિનિટમાં થયું હતું આવું…

Arohi

મોબ લિંચિંગ મુદ્દે PM મોદીને પત્ર લખનાર 6 વિદ્યાર્થીઓની હકાલપટ્ટી, કારણ આપ્યું આવું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!