વડાપ્રધાન મોદી માટે બૉલીવુડના જાણીતા કલાકાર કિરણ કુમારે જુઓ શું કહ્યું?

ઉત્તર પ્રદેશના ફારૂખાબાદ જિલ્લામાં બીકેયુ નેતા ઉમેશ બાથમ પોતાને ભાજપના નેતા પણ બનાવે છે. તેઓ ચૂંટણી લડવાની તૈયારીમાં છે. મંગળવારે તેમણે સીપી ગેસ્ટ હાઉસના પ્રાંગણમાં ભાજપની ધજા, બેનર અને પોસ્ટર લગાવી હિંદી ફિલ્મના ડાયરેક્ટર સંદીપ બાથમ અને અભિનેતા કિરણ કુમારને બોલાવીને કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. અહીં ‘લોટિયા પઠાણના જીવનનો એક જ ઉદ્દેશ્ય છે… મુન્નાની મોત’ સાંભળીને લોકો આનંદમાં આવી ગયાં.

અભિનેતા કિરણકુમારે કહ્યું 2018 સમાપ્ત થવાનુ છે. 2019માં દેશની જનતાએ બાળકોના ભવિષ્યની સાથે દેશના ભવિષ્ય અને વિકાસ માટે નિર્ણય લેવા પડશે. તેમણે કહ્યું કે તેઓ કોઇ પણ રાજકીય પાર્ટીના પ્રવક્તા બનીને અહીં આવ્યા નથી અને તેઓ તેવુ પણ કહી રહ્યા નથી કે કઈ પાર્ટીને મત આપવાનો છે. જોકે, તેઓ પોતાનો મત ભાજપને જ આપે છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતથી દિલ્હી પહોંચીને દેશને મજબૂત કર્યો છે. કાર્યક્રમ આયોજક ઉમેશ બાથમના વખાણ કર્યા અને કહ્યું કે તેઓ નાયક છે. ચહેરો જોઇને ખબર પડી જાય છે. જો તેમને ટિકિટ મળી અને ચૂંટણી જીતી ગયા તો નક્કી છે કે તેઓ જનતાની સેવા કરશે. ભાજપ માટે પ્રચાર કરવાના સવાલ પર ફિલ્મ અભિનેતાએ કહ્યું કે ઉમેશને ટિકિટ મળશે તો તેઓ જરૂર પ્રચાર કરવા અહીં આવશે.

ભીડમાંથી ડાયલૉગ બોલવાની ફરમાઇશ આવી તો તેમણે તેજાબ ફિલ્મના ડાયલૉગ બોલવાની સાથે કહ્યું કે તેમની ચાર્લી ટૂ નવી ફિલ્મ આવી રહી છે. જેમાં તેમણે નાયક અને ખલનાયકના બંને રોલ નિભાવ્યા છે.

આ પ્રસંગે ડાયરેક્ટર સંદીપ બાથમે કહ્યું ટિકિટ મળે તો કમળને ખિલાવવાનું કામ કરો. ફિલ્મ ડાયરેક્ટર અને અભિનેતાને આયોજકે સન્માનિત કર્યા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter