GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

વધુ એક બૉલીવુડ હસ્તીના ઘરે પહોંચ્યો કોરોના, આ એક્ટરના માતા સહીત 4 લોકો થયા કોરોના પોઝિટિવ

બોલીવુડના જાણીતા એક્ટર અને ચરિત્ર અભિનેતા અનુપમ ખેરના માતા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓને મુંબઈ સ્થિત કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સાથે જ જાણવા મળી રહ્યું છે કે અનુપમ ખેરના માતાની સાથે સાથે તેમના ભાઈ સહીત કુલ ચાર લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

અનુપમ ખેરે કર્યું ટ્વીટ

એક્ટર અનુપાન ખેરે પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમને લખ્યું હતું કે તેમના માતા દુલારી કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સાથે સાથે, તેમને લખ્યું હતું કે ઘણીબધી તકેદારી રાખવા છતાં તેમના ભાઈ, ભાભી અને ભત્રીજી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમનો પોતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. BMC ને પણ જાણ કરી દેવામાં આવી છે,

સમગ્ર ખેર પરિવાર કોરોના પોઝિટિવ

અનુપમ ખેરે પોતાના ટ્વીટ સાથે પોતનો વિડીયો પણ શેર કર્યો છે જેમાં તેઓ કહે છે કે તેમના માં દુલારીની તબિયત ખરાબ હતી. છેલ્લા કેટલાંક દિવસોથી તેમને ભૂખ નહોતી લાગતી અને તેઓ ઊંઘતા રહેતા હતા. ડોક્ટરની સલાહથી તેમનો બ્લ્સ ટેસ્ટ કરાવવામાં આવ્યો। જે નોર્મલ હતો. બાદમાં સીટી સ્કેન કરાવવામાં આવ્યો પછી માઈલ્ડ કોવિદ-19 પોઝિટિવ આવ્યો,

રાજુ ખેર અને પરિવાર કોરોના પોઝિટિવ

ત્યારબાદ, અનુપમ અને તેમના ભાઈ રજુ ખેરનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો, તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો પરંતુ, ભાઈ રાજુનો ટેસ્ટ માઈલ્ડ કોવિડ-19 આવ્યો। ત્યારબાદ, રાજુ ખેરના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેમાં રાજુના પત્ની અને તેમની દીકરી વૃંદા પણ માઈલ્ડ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જયારે ભત્રીજો કોરોના નેગેટિવ આવ્યો હતો.

અનુપમ ખેર સિવાય 5 લોકો કોરોના પોઝિટિવ

મળતી માહિતી મુજબ, અનુપમ ખેરના સમગ્ર પરિવારનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં અનુપમ ખેરને છોડીને લગભગ તમામ સભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે

અમિતાભ-અભિષેક કોરોના પોઝિટિવ

તો બીજી તરફ, જ્યાં ગઈકાલે બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યો હતો જેને પગલે બચ્ચન પરિવારના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.

રેખાનો બંગલો કરાયો સીલ

તો બોલીવુડના જાણીતા અભિનેત્રી રેખાનો બંગલો પણ સીલ કરવામાં આવ્યો છે. તેનું કારણ છે રેખાના બંગલાના સિક્યોરિટી ગાર્ડ. રેખાના બંગલામાં કામ કરી રહેલા બે સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે તેના બંગલાને પણ BMCએ સીલ કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

READ ALSO:

Related posts

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

મંદિર પોલિટીક્સ: ભૂમિપૂજન આખરી દાવ હતો કે નવી ઈનિગ્સ શરૂ થશે, પાર્ટીની છબી પર લાગેલા ગ્રહણને કઈ રીતે બેલેન્સ કરવું તે પડકાર

Mansi Patel

રાજ્યમાં કોરોનાના નવા 1078 નવા કેસ સાથે કુલ સંક્રમણ 67 હજાર નજીક, 50 હજાર જેટલા લોકોએ આપી છે કોરોનાને મ્હાત

Karan
Do NOT follow this link or you will be banned from the site!