GSTV

એક્ટર ગોવિંદા છે આટલી કરોડોની મિલકતના માલિક, એમ જ નથી કહેવાતો હીરો No 1

Last Updated on June 29, 2020 by pratik shah

ગોવિંદાનું નામ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ખ્યાતનામ છે. એક ઓનલાઈન પોર્ટલના રિપોર્ટ અનુસાર 2020માં ગોવિંદાની કુલ સંપતિ 151.28 કરોડ રૂપિયા એટલે કે 20 મિલિયન ડોલર હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.  ગોવિંદાની મિલકત તેના બ્રાન્ડ એન્ડોર્સ્મેન્ટને કારણે છે. ગોવિંદાના નામથી મશહુર ગોવિંદ આહુજાએ 90 ના દાયકામાં તેના અદભૂત અભિનયથી બોલિવૂડમાં લોકપ્રિયતા મેળવી હતી.

ગોવિંદાએ 1986માં ઈલ્ઝામ નામની ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરી ત્યાર બાદ ગોવિંદાએ બોલિવૂડમાં ખુબ લાંબી સફર કાપી છે. 2020માં ગોવિંદાની નેટવર્થ 150 કરોડથી પણ વધારે છે. ગોવિંદા તેની જબરદસ્ત કોમિક ભૂમિકાઓ અને પેપ્પી ડાન્સ માટે પ્રખ્યાત છે.

ઈલ્ઝામ પછી ગોવિંદાએ લવ, હત્યા, જીતે હૈ શાન સે, હમ જેવી ઘણી બધી ફિલ્મો કરી. આ તમામ ફિલ્મોને દર્શકોએ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો. હતો.  ગોવિંદાએ પોતાના અભિનયના જોરે ફિલ્મ ઉદ્યોગમ્ પોતાની આગવી ઓળખ બનાવી. ગોવિંદાએ પોતાના કરિયરમાં 165થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે ગોવિંદાની નેટવર્થમાં  90ના દશકામાં ઉતર-ચઢાવ જોવા મળ્યો હતો.

1992ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ શોલા ઓર શબનમમાં એક શરારતી યુવાનના રૂપમાં તેની ભૂમિકામાં અજેય થઈ ગઈ હતી જે લોકોના મનમાંથી  હાલમાં પણ ભૂંસાઈ નથી. ગોવિંદા બીજી ફિલ્મો જેમ કે આંખે, રાજાબાબુ, કુલી નંબર 1, હીરો નંબર 1, દીવાના મસ્તાના, દુલ્હે રાજા, બડે મિયાં- છોટે મિયાં, અનાડી નંબર 1, હસીના માન જાયેગી, સાજન ચલે સસુરાલ અને જોડી નંબર 1 માં પણ કામ કર્યું હતું.

Related posts

શરમજનક/ ગુજરાતમાં 2000થી વધુ બાળકો ભીખ માગી ગુજરાન ચલાવે છે, હાથમાં ભણવાની કલમને બદલે ભીક્ષાનો કટોરો થમાવી દીધો

Pravin Makwana

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel

પાકિસ્તાનના હિંદુ દંપતિએ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે ચારે બાજુ થવા લાગી જોરશોરથી ચર્ચા, કહાની જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!