અર્જુન રામપાલે પોતાની પત્ની મેહર સાથે છૂટાછેડા લીધા બાદ હવે એક વિદેશી મૉડલને ડેટ કરી રહ્યાં છે. આ દક્ષિણ આફ્રિકી મૉડલ દેખાવમાં ખૂબ હૉટ લાગે છે.
અર્જુન રામપાલ પોતાની પૂર્વ પત્ની મેહર જેસિયા સાથે છૂટાછેડા લીધા હોવાના કારણ સામે આવ્યા હતાં. જેમાંથી એક હતુ અર્જુન રામપાલ અને સાઉથ આફ્રિકા મૂળની મૉડલ અને ડિઝાઇનર ગૈબ્રિએલા ડમેટ્રિએડ્સનું અફેર.
અર્જુન અને ગ્રૈબિએલાને મુંબઈ સ્થિત પાલી ભવન કેફેમાં જોવામાં આવ્યા છે. એક પ્રત્યક્ષદર્શીનું કહેવુ છે, તેમને પહેલા પણ જોવામાં આવ્યા હતા. પરંતુ ત્યારે ગૈબ્રિએલા પોતાનો ચહેરો ઢાંકી લેતી હતી અથવા કેમેરો જોતા જ કોઈની પાછળ છૂપાઇ જતી હતી.
ગૈબ્રિએલા સાઉથની ફિલ્મ તોઝા/ઉપિરીમાં નાગાર્જુનની ગર્લફ્રેન્ડનો એક નાનો રોલ નિભાવી ચૂકી છે. અહીં તમને જણાવવાનુ કે ગૈબ્રિએલાને પગલે ક્યારેક શશિ થરૂરે પોતાની પ્રધાનની ખુરશી ગુમાવી છે.
ગૈબ્રિએલા વિવાદોમાં પણ ઘેરાયેલી છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2009માં પૂર્વ આઈપીએલ કમિશનર લલિત મોદીએ શશિ થરૂરને વિદેશ મંત્રાલયથી ગૈબ્રિએલાને વીઝા ન આપવા માટે કહ્યું હતું. બાદમાં થરૂરે પોતાની ખુરશી છોડવી પડી હતી. જોકે, ગૈબ્રિએલાનુ કહેવુ છે કે આ બધી વાતો સાથે તેમને કોઈ લેવાદેવા નથી.
ગૈબ્રિએલાએ આ અગાઉ આઈએમજી કંપનીના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ રવિ કૃષ્ણનને પણ ડેટ કર્યુ છે. કૃષ્ણન અને તેની પત્ની બંદના તિવારીના છૂટાછેડા બાદ બંનેનુ અફેર શરૂ થયુ હતું. કૃષ્ણન સાથે સંબંધમાં તિરાડ આવ્યા બાદ ગૈબ્રિએલા શિવ વર્મનને પણ ડેટ કરતી હતી.
અર્જુન અને ગૈબ્રિએલાની પહેલી મુલાકાત વર્ષ 2009માં થઇ હતી. તે સમયે અર્જુનને પોતાની તત્કાલીન પત્ની મેહર જેસિયાની કંપનીને આઈપીએલની આફ્ટર પાર્ટી આયોજીત કરવાનો ભારે-ધરખમ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે વર્ષે જ બંનેની મુલાકાત થઇ હતી.
ગૈબ્રિએલાને પોતાનુ ફેશન લેબલ પણ છે, જેનુ નામ ‘Deme’ છે. જેને તેણે વર્ષ 2012માં લૉન્ચ કર્યુ હતું. તેમણે વર્ષ 2015માં ફિલ્મ સોનાલી કેબલથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું.
આ બોલ્ડ દિવાને FHMની ‘100 સેક્સિએસ્ટ વીમેન ઈન ધ વર્લ્ડ’ના દાવેદારોમાંથી એકના રૂપમાં પણ લિસ્ટ કરવામાં આવી હતી.
ગૈબ્રિએલાના ઈન્સ્ટાગ્રામ પર 297kથી વધુ ફૉલોઅર્સ છે.
મૉડલ-અભિનેત્રી ગૈબ્રિએલાએ ઓપિરી નામની એક તમિલ ફિલ્મ પણ કરી છે.