GSTV
Home » News » VIDEO : કરન જોહરની નવી ફિલ્મનું ટીઝર રિવીલ, આ એક્ટ્રેસની હોટનેસ અને ન્યૂડ વીડિયો માત્ર એકલામાં જોજો

VIDEO : કરન જોહરની નવી ફિલ્મનું ટીઝર રિવીલ, આ એક્ટ્રેસની હોટનેસ અને ન્યૂડ વીડિયો માત્ર એકલામાં જોજો

બોલિવુડ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરની તમિલ ફિલ્મ આદાઈનું ટીઝર રિવીલ કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જ જાહેર કરવામાં આવેલા ફિલ્મના પોસ્ટરે ફેન્સની ટીઝર જોવાની ઈન્તેઝારીમાં વધારો કરી દીધો હતો. જે પછી ફિલ્મનું ટીઝર પણ આવી ચૂક્યું છે.
કરણ જોહરે ફિલ્મનું ટીઝર ટ્વીટર પર શેર કર્યું છે અને ફ્રિડમની વાત મુકીને આઝાદી વિશે વાત કરી છે. કરણ જોહરે લખ્યું છે કે, જે પણ તમે કહો છો, તે જ સ્વતંત્રતા છે. તમિલ ફિલ્મ આદાઈ જે સમાજમાં ફેલાયેલી કુરિતીયોની ઝંઝીરોને તોડે છે.

ફિલ્મમાં એક્ટ્રેસ અમાલા પોલ લીડ રોલમાં છે. જે ઘણી જ બોલ્ડ દેખાઈ રહી છે. ફિલ્મને રત્ન કુમારે ડાયરેક્ટ કરી છે. વી સ્ટુડિયો અને વિજય કાર્તિક કન્નને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. એક્ટ્રેસ અમલા પોલે ફિલ્મનું ટીઝર આવતા પહેલા લખ્યું હતું કે, તમારા તમામ લોકોના સતત સપોર્ટથી અને પ્રેમના કારણે એક બીજાના સફરની તરફ આગળ વધી રહી છું. મને દુઆઓમાં યાદ રાખજો. ટૂંક સમયમાં આ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે.

ફિલ્મનું ટીઝર હોરર હોવાની સાથે સાથે હાર્ડ હિટીંગ પણ છે. ટીઝરની શરૂઆતમાં મા પોતાની દિકરી ખોવાઈ છે તેની ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચે છે. પોલીસ ઈન્સપેક્ટર તેને એક દિવસ વધારે રોકાવાનું કહે છે. એ સમયે માતા પોલીસને બતાવે છે કે જ્યારે તેની દિકરી સાથે છેલ્લી વખત વાત થઈ ત્યારે તે નશામાં હતી. યુવતીને શોધવા માટે પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધરે છે. પોલીસને જ્યારે તે છોકરી મળે છે ત્યારે તે ન્યૂડ હોય છે.

ઉલ્લેખનીય છે કે બોલિવુડમાં ફિલ્મો બનાવી ચૂકેલા કરન જોહરે આ વર્ષે કલંક બનાવી હતી. જે વર્ષની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી. તો ગત્ત વર્ષે કરણે સિમ્બા ફિલ્મ બનાવી હતી જેને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે તમિલ સિનેમામાં કરનનો જાદુ ચાલે છે કે નહીં તે ફિલ્મના રિલીઝ થતા સમયે જ ખ્યાલ આવી જશે.

READ ALSO

Related posts

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

ICC: આગમી વર્ષથી કન્યાઓ માટે શરૂ થઈ શકશે અંડર-19 વર્લ્ડ કપ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!