GSTV

કરિયરની ત્રીજી ફિલ્મમાં જ બોલ્ડ થઈ સારા, કાર્તિક સાથે કર્યો લિપલોક સીન

એક્ટ્રેસ સારા અલી ખાનની અપકમિંગ મુવી લવ આજ કલનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. ટ્રેલરમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન અને આરૂષિ શર્માની ફ્રેશ જોડી જોવા મળશે. ફિલ્મમાં સારા અને કાર્તિકની પેરિંગને ખૂબ સ્પેસ મળી છે અને બન્નેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી શાનદાર દેખાઈ રહી છે. જુની કહાણીમાં નવા ચહેરા ઉપરાંત ફિલ્મમાં સારા અલી ખાનની બોલ્ડનેસની ઝલક પણ જોવા મળી રહી છે.

કાર્તિક સાથે સારાનો લિપલોક સીન

કેદારનાથ અને સિંબા બાદ લવ આજ કલમાં સારા મોર્ડન વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે. તે કરિયર ઓરિએન્ટેડ મોર્ડન યુવતીના રોલમાં ખૂબ બોલ્ડ જોવા મળી રહી છે. કાર્તિક સાથે તેનો લિપલોક સીન પણ ટ્રેલરમાં જોઈ શકાય છે. તે ઉપરાંત સારા કેદારનાથ અને સિમ્બામાં જોવા મળી છે. પોતાની ત્રીજી ફિલ્મમાં જ સારાએ બોલ્ડનેસનો તડકો લગાવી દીધો છે.  

ફિલ્મમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યનની જોડી ઉપરાંત કાર્તિકની વધુ એક જોડી આરૂષિ શર્માની સાથે દર્શાવવામાં આવી છે. બે અલગ અલગ જનરેશનની કહાણીને નિર્દેશક ઈમ્તિયાઝ અલીએ નવા ચહેરાની સાથે રજૂ કરી છે.

ટ્રેલરમાં જોવા મળી રહી છે કાર્તિક સારાની કેમેસ્ટ્રિ

ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લવ આજ કલનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. કાર્તિક આર્યન અને સારા અલી ખાનની રોમેન્ટિક કેમેસ્ટ્રીન ટ્રેલરમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઈન્સ ડેના દિવસે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર શાનદાર છે. અને તેન ફેન્સનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે.  

મૂવીમાં સારા અને કાર્તિક ઉપરાંત રણદીપ હુડ્ડા અને આરૂષિ શર્મા પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ મુવી 2009માં આવેલી સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર લવ આજ કલની સીક્વલ છે. તેનું નિર્દેશન પણ ઈમ્તિયાઝ અલીએ જ કર્યું હતું. રોમેન્ટિક કોમેડી ડ્રામાએ લોકોનું દીલ જીતી લીધી. ઈમ્તિયાઝ અલીએ લવ આજ કલના સીક્વલમાં ટાઈટલમાં બદલાવ નથી કર્યો.

ફિલ્મનું ટ્રેલર સારા અલી ખાન અને કાર્તિક આર્યનના જગડાથી થાય છે. લવ આજ કલમાં બે સમયની લવ સ્ટોરીને દર્શાવવામાં આવી છે. આરૂષિ શર્મા અને સારા અલી ખાન કાર્તિકની લવ લેડી બની છે. બન્ને એક્ટ્રેસ સાથે કાર્તિકનો લવ એન્ગલ અને લડાઈ ઝગડો જોવા મળે છે.

પ્રેમમાં પડેલા કાર્તિકની આરૂષિ સાથે જોડી તો પડદા પર ઠીક લાગે છે. પરંતુ સારા સાથે તેનો રોમાંસ ઓવર એક્ટિંગ જેવો લાગે છે. કહાણીમાં રોમાન્સનો તડકો ફન એન્ગલની સાથે નાખવામાં આવ્યો છે. લવ આજ કલ મોર્ડન અને ટિપિકલ લવ સ્ટોરી દેખાડી રહ્યું છે.

Read Also

Related posts

ગુજરાતની આ કંપનીની કોરોના વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને અમેરિકામાં મંજૂરી, કોને રસી અપાઇ તેનો રેકોર્ડ રહે તેવી સિસ્ટમ પણ વિકસાવી

Bansari

સુરત/ મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને કર્યુ સીલ, ફ્લેટો સહીત દુકાનોના તમામ જોડાણ પર કર્યા કટ

pratik shah

સુરત/ લાજપોરની જેલમાં બંધ નારાયણ સાંઈના 14 દિવસના જામીન થયા મંજૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!