GSTV
Home » News » કોઈ કાળે ન ચાલી આ 5 અભિનેત્રીઓની કરિયર, એક તો આપ્યા હતા 17 તસતસતા ચૂંબનો

કોઈ કાળે ન ચાલી આ 5 અભિનેત્રીઓની કરિયર, એક તો આપ્યા હતા 17 તસતસતા ચૂંબનો

બોલીવુડને લઇને દર્શકોનો ટેસ્ટ હંમેશા બદલાતો રહેતો હોય છે. પહેલાં જ્યાં ફિલ્મો સ્ટાર્સના લીધે ચાલતી હતી ત્યારે હવે સારા સબ્જેક્ટ પર બનેલી ફિલ્મો ધૂમ મચાવે છે. હવે કોઇને ફરક નથી પડતો કે ફિલ્મનું બજેટ કેટલું છે. આ જ કારણ છે કે સબ્જેક્ટ બાદ એક્ટરને મહત્વ આપવામાં આવે છે. બોલ્ડનેસ અને ગ્લેમરના દમ પર કરિયર બનાવવાની ચાહત રાખતી એક્ટ્રેસીસને પણ લોકો હાંસિયે ધકેલવા લાગ્યા. આ જ કારણે અનેક એક્ટ્રેસીસના કરિયર પર પાણી ફરી વળ્યાં.

તનુશ્રી દત્તા

2004ની ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી ચુક્લી તનુશ્રી દત્તાની પહેલી ફિલ્મ ‘આશિક બનાયા આપને’માં જ પોતાનો બોલ્ડ અવતાર દર્શાવનાર આ એક્ટ્રેસે ઇમરાન હાશ્મી સાથે જબરદસ્ત બોલ્ડ સીન આપ્યાં હતા. આ તેની પહેલી અને છેલ્લી હિટ ફિલ્મ હતી. તે બાદ તનુશ્રીના અનેક પ્રયાસો છતાં સફળતા ન મળી. આજકાલ તનુશ્રી મી ટુ કેમ્પેઇનને લઇને ચર્ચામાં છે. તેણે નાના પાટેકર સહિત 4 લોકો પર શોષણનો આરોપ લગાવ્યો છે.

મલ્લિકા શેરાવત

પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘ખ્વાહિશ’માં જ 17 કિસિંગ સીન આપનાર મલ્લિકાએ ખળભળાટ મચાવી દીધો હતો. તે બાદ તેણે સુપરહિટ ફિલ્મ મર્ડરમાં પણ બોલ્ડ અવતાર દેખાડ્યો. ખ્વાહિશ, કિસ કિસ કી કિસ્મત, મર્ડર, બચ કે રહેના રે બાબા, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ, ડરના જરૂરી હે, આપકા સુરુર, વેલકમ, અગલી ઔર પગલી, જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ તે હિટ ન થઇ શકી.

રિયા સેન

એક કલાકાર પરિવારમાં જન્મેલી રિયા સેને હિન્દી અને બાંગ્લા સિનેમામાં કામ કર્યુ. બાળપણથી જ તે ફિલ્મોમાં કામ કરવા લાગી. રિયો સેને પણ પોતાના બોલ્ડ અંદાજ સાથે બોલીવુડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન થઇ. હાલ રિયા સેન કોઇપણ ફિલ્મમાં નજરે નથી પડી.

સેલીના જેટલી

મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કરી ચુકેલી સેલિના જેટલી ફિલ્મ ‘જાનશીન’થી બોલીવુડમાં પ્રવેશી. આ ફિલ્મમાં તે ફરદીન ખાન સાથે બોલ્ડ સીન્સ આપીને પણ કોઇ ખાસ સફળ ન થઇ. ખેલ, સિલસિલે, નો એન્ટ્રી, જવાની-દિવાની, ઝિંદા, અપના સપના મની-મની, રેડ, શાકાલાક બૂમ-બૂમ, મની હૈ તો હની હૈ, ગોલમાલ રિટર્ન્સ, પેઇંગ ગેસ્ટ, થેન્ક્યુ જેવી ફિલ્મોમાં કામ કર્યુ.

ગીતા બસરા

ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા પણ પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે. લગ્ન પહેલાં તેણે અનેક ફિલ્મો કરી પરંતુ તેના કરિયરમાં કોઇ ફેર ન પડ્યો. ગીતાએ ‘ધ ટ્રેન’ ફિલ્મથી બોલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ. જેમાં તેની ઓપોઝીટ ઇમરાન હાશ્મી નજરે પડ્યો હતો.

Read Also

Related posts

હવામાન વિભાગની આવી નવી આગાહી, આ તારીખોમાં પડશે જોરદાર ગરમી

Alpesh karena

BSNL આ પ્લાનમાં આપી રહ્યું છે 25 ગણો વધુ ડેટા, કંપનીએ બદલ્યા ત્રણ પ્લાન

Arohi

આતંકવાદીઓનો ખાતમો કરનાર આ ગુજ્જુ આદિવાસી સૈનિકનું સન્માન જ દેશભક્તિ જોવા પૂરતુ છે

Alpesh karena