GSTV
Home » News » Viral Video : ઠંડીનો કહેર તો આને કહેવાય, ઉકળતું પાણી પણ એક સેકેન્ડમાં બની જાય છે બરફ!

Viral Video : ઠંડીનો કહેર તો આને કહેવાય, ઉકળતું પાણી પણ એક સેકેન્ડમાં બની જાય છે બરફ!

અમેરિકાના કેટલાંક હિસ્સાઓમાં હાલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યાં છે. કેટલીક જગ્યાએ તો પાસો માઇનસ 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઠંડીનો કહેર એટલો છે કે નદી, તળાવ, ઝરણા બરફની ચાદરથી ઢંકાઇ ગયાં છે.

હિમપાત અને ઠંડી હવાના કારણે લોકો રોજિંદા કામ પણ નથી કરી શકતા. ઉત્તરી ધ્રુવથી ચાલુ થયેલા બરફીલા ચક્રાવાતના કારણે અમેરિકાનો એક મોટો હિસ્સો આ કહેરનો સામનો કરી રહ્યો છે. દેશના મધ્ય-પશ્વિમ રાજ્યોમાં બરફની ચાદર છવાઇ ગઇ છે.

તેવામાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમારી આંખો પહોળી થઇ જશે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઉકળતું પાણી ફેકવામાં આવે છે તો ફક્ત કેટલીક નેનો સેકેન્ડમાં જ આ ઉકળતુ પાણી બરફમાં તબદીલ થઇ જાય છે.

જણાવી દઇએ કે અમેરિકામાં અતિભયંકર ઠંડીના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા. અમેરિકાના મધ્ય-પશ્વિમ વિસ્તારમાં તાપમાન માઈનસ 30થી 40 ડિગ્રી સુધી નોંધવામાં આવ્યુ. ઠંડીન કારણે મિશિગન, આયોલા, ઈન્ડિયાના, ઈલિનોઈસ અને મિનેસોટામાં મૃતકની સંખ્યા 21 પર પહોંચી ગઈ. કાતિલ ઠંડીના કારણે એક અંદાજે 25 કરોડ લોકો પ્રભાવિત થયા છે.

ઠંડીના કારણે શિકાગોમાં મોટી સંખ્યામાં ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે. કેમ કે, શિકાગોમાં સૌથી વધારે ઠંડી પડી રહી છે. જેથી બેંક અને સ્ટોર્સ બંધ કરવામાં આવ્યા છે. કેટલાક શહેરોમાં તાપમાન એટલી હદે નીચે ઉતરી ગયું છે કે ઉકળતું પાણી હવામાં ફેંકતની સાથે જ થીજી જાય છે. આ ઉપરાંત અમેરિકાના મોટા ભાગના શહેરોમાં વોર્મિગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અમેરિકામાં પડી રહેલી ઠંડી માટે પોલર વોર્ટક્સ જવાબદાર ગણવામાં આવે છે.

Read Also

Related posts

લોટમાં ઉમેરો આ 1 ખાસ વસ્તુ, બધી જ રોટલી બનશે ફૂલીને દડા જેવી, સાથે-સાથે એકદમ સોફ્ટ પણ

NIsha Patel

કાશ્મીરમાં સેટેલાઈટ દ્વારા ઈન્ટરનેટની સેવા આપશે આ પાકિસ્તાની મંત્રી, મુર્ખતા સાબિત કરતા કહી દીધી આટલી મોટી વાત

Arohi

કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને મની લોન્ડ્રિંગ મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!