સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દૂધ ઘણુ લાભકારક છે. તેમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે શરીરને પોષણ આપીને શક્તિ પ્રદાન કરે છે. પરંતુ દૂધને ગરમ કરતી વખતે મોટાભાગે આપણે એક ભૂલ કરી બેસીએ છીએ, જે બાદ દૂધ પીવાનો પૂરો ફાયદો શરીરને નથી મળતો. હકીકતમાં તમે મહિલાઓને ઘણીવાર કિચનમાં ઘણા સમય સુધી દૂઘ ગરમ કરતાં જોઇ હશે. દૂધમાં ઉભરો આવ્યા બાદ ગેસ ધીમો કરી દે છે અને ઘણીવાર સુધી દૂધને ઉકળવા દે છે. આવુ એટલા માટે કારણ કે આપણને બાળપણથી જ જણાવવામાં આવે છે કે દૂધને સારી રીતે ઉકાળવુ જોઇએ જેથી તેમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ નષ્ટ થઇ જાય.

ના કરશો વારંવાર દૂધ ગરમ કરવાની ભૂલ
આ ઉપરાંત મહિલાઓમાં દૂધને લાંબા સમય સુધી ઉકાળતા રહેવાનું એક કારણ એ પણ છે, કે તેનાથી દૂધમાં સારી મલાઇ થાય છે, જેની મદદથી તે ઘરમાં જ સરળતાથી ઘી બનાવી શકે છે. સાથે જ કેટલીક મહિલાઓને લાગે છે કે દૂધને વધુ સમય સુધી અને વધુ વખત ગરમ કરવાથી તેમાં પોષક તત્વોની વૃદ્ધિ થાય છે. પરંતુ જો તમે પણ આવુ જ કંઇક વિચારીને દરરોજ દૂધને ગરમ કરે અથવા તો દિવસમાં ઘણીવાર ઉકાળે તો તમે મોટી ભૂલ કરી રહ્યાં છો.
રિસર્ચમાં સામે આવી આ ચોંકાવનારી વાત
હકીકતમાં તમામ રિસર્ચમાં આ વાત સામે આવી છે કે દૂધને વધુ સમય સુધી ઉકાળવા અથવા તો અનેકવાર ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે. આવુ દૂધ પીવાથી તમને તેનો પૂરો ફાયદો નથી મળતો. દૂધ ઉકાળવાની સાચી રીત એ છે કે જ્યાં સુધી દૂધ આંચ પર રાખેલુ હોય, તેને ચમચીથી સતત હલાવતા રહો. તે બાદ દૂધમાં એક ઉભરો આવ્યા બાદ ગેસ બંધ કરી દો.

દૂધને વારંવાર ગરમ કરવાની ભૂલ પણ ન કરો. જેટલીવાર તેને ઉકાળવામાં આવે છે, તેટલા જ વધુ તેના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે. તેથી પ્રયાસ કરો કે તેને એકવાર જ ગરમ કરો. જરૂર પડે તો જ બેવાર કે તેથી વધુ વખત ગરમ કરો.
આ વાતો પણ રાખો યાદ
જો તમે ભોજન બાદ દૂધ પીતા હોય તો અડધુ પેટ ભરાય એટલુ જ ભોજન કરો, નહીંતર પાચન સંબંધિત સમસ્યા થઇ શકે છે.
ડુંગળી અને રિંગણ સાથે ક્યારેય દૂધનું સેવન ન કરો. તેમાં રહેલા રસાયણ પરસ્પર પ્રક્રિયા કરીને ત્વચા સંબંધિત રોગ પેદા કરી શકે છે.
માછલી અથવા માંસની સાથે પણ ક્યારેય દૂધનું સેવન ન કરો. તેનાથી ત્વચા પર સફેદ ડાઘ અથવા લ્યૂકોડર્માની પરેશાની થઇ શકે છે.
ભોજન કર્યાના તરત બાદ ક્યારેય દૂધ ન પીવો. તેનાથી ભોજન પચવામાં સમય લાગે છે અને પેટમાં ભારેપણાની સમસ્યા થઇ શકે છે.
Read Also
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ