GSTV

મુન્નાભાઈ એમબીબીએસે વડોદરાની યુવતીની અપંગતા દૂર કરવા ખંખેરી લીધા રૂપિયા પણ અંતે ફસાયા

વડોદરામાં યુવતીની અપંગતા દૂર કરવાનું કહી પૈસા પડાવનાર બોગસ ડોક્ટરની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે. શહેરના કોઠી ચાર રસ્તા પાસે રહેતા પ્રશાંત ટેલરની બહેનને હાથે અને પગે પેરાલિસિસની અસર થતા સારવાર ચાલી રહી હતી.તે દરમિયાન પ્રશાંત આ બોગસ તબીબ ઈનામુદ્દિન હાફિઝ મોહંમદ શેખના સંપર્કમાં આવ્યો હતો.

જ્યાં ભેજાબાજ ડોકટરે પ્રશાંતને તેની બહેનને સાજા કરવાની વાત કહીને તેની પાસેથી 85,000 રોકડા પડાવી લીધા હતા.જો કે તેમ છતાં યુવતીને સારું નહિ થતા બોગસ તબીબ પાસેથી રૂપિયાની માંગણી કરતા તે ફરાર થઈ ગયો હતો. તે દરમિયાન જાણવા મળ્યું કે આ બોગસ તબીબે વડોદરાના વિજય પુરોહિત પાસેથી 50,000 અને સમા વિસ્તારમાં રહેતા બ્રિજ મોહન પાસેથી 35,000 પડાવ્યા છે.

પોલીસે હાલ રાજુ નામના તેના સાગરીતની પણ શોધખોળ શરૂ કરી છે. ઇનામુદ્દિન હાલ સુરતમાં રહે છે અને મૂળ રાજસ્થાનનો વાતની છે અને ધોરણ પાંચ સુધી ભણેલો છે. પોલીસે આ ભેજાબાજ બોગસ ડોકટર પાસેથી રોકડ, કાર મોબાઈલ ઉપરાંત સારવાર માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળીને 2,46,000નો મુદામાલ કબ્જે કરી લેભાગુ ડોકટરની ધરપકડ કરી છે.જયારે તેના સાગરીતની શોધખોળ શરૂ કરી છે.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!