GSTV
ELECTION BREAKING -2022 Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

BIG BREAKING / ગુજરાતમાં મતદાન વચ્ચે મોટા સમાચાર, ધોરાજીમાં ગેરકાયદે કામગીરી કરતાં બોગસ BLO રંગે હાથ ઝડપાયા

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુને માધ્યમો થકી ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ગેરકાયદે પ્રિસાઈડિંગ ઓફિસરની કામગીરી કરતાં વ્યક્તિની માહિતી મળતાની સાથે જ ત્વરિત પગલાઓ લેવામાં આવ્યા હતા.

ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ધોરાજી મથક 169(ધોરાજી-4)માં બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર કામગીરી કરી રહ્યાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર ઉપર તાત્કાલિક કાર્યવાહી કરતાં જાણવા મળ્યું હતું કે, બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર નહીં પરંતુ બુથ લેવલ ઓફિસર તેમની પત્નીની જગ્યાએ બી.એલ.ઓ ગેરકાયદેસર રીતે કામગીરી કરી રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ગેરકાયદેસર બી.એલ.ઓ.ને હટાવીને નવા બી.એલ.ઓ.ને નિયુકત કરવામાં આવ્યા છે.

ધોરાજીના ઉપલેટા વિધાનસભામાં બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર ઝડપાયો હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ધોરાજીમાં આવેલી કે.ઓ શાહ કોલેજ ખાતેથી બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો છે. આ શખ્સ મતદાન મથક ઉપર પત્નીની જગ્યાએ બેસીને બોગસ મતદાન કરાવતો હોવાનો અપક્ષ ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરી હતી.

READ ALSO

Related posts

ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત

Padma Patel

હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો

Padma Patel

Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા

Padma Patel
GSTV