GSTV
Home » News » અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપનાં પ્રમુખે કરાવ્યું બોગસ વોટિંગ, video થયો વાયરલ

અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપનાં પ્રમુખે કરાવ્યું બોગસ વોટિંગ, video થયો વાયરલ

ગુજરાતમાં બોગસ મતદાનનો પ્રથમ વીડિયો વાયરલ થયો છે. લોકશાહીના મહાપર્વમાં ગુજરાતીઓએ વટ સાથે વોટ કર્યો છે પરંતુ જે વોટ કરવા ન આવ્યા તેમના નામે પણ વોટિંગ કરી દેવાયાનો આરોપ લાગ્યો છે. વાત છે અમદાવાદ જિલ્લાના બાવળાની. બાવળાના બાપુપુરા ગામે બુથ નંબર એકમાં બોગસ વોટિંગ થયાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણ ઉર્ફે કાભાઈ બૂથની અંદર ઉભેલા છે અને આરોપ છે કે કાભાઈએ જ બોગસ વોટિંગ કરાવ્યું છે. આ મામલે કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ કરે તેવી સંભાવના છે. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા બોગસ વોટિંગ મામલે તંત્ર પણ હરકતમાં આવી શકે છે. ચૂંટણી પંચ માટે આ ઘણી અગત્યની બાબત હોવાને પગલે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી સંભાવના છે.

વાયરલ વીડિયોમાં સફેદ કપડામાં દેખાતો શખ્સ જિતેન્દ્રસિંહ ચૌહાણ ચૂંટણી કર્મચારીઓના સ્ટાફ અને પોતાના માણસો સાથે વાતચીત કરી મતદાર યાદી ચેક કરી જે મતદારો મતદાન કરવા નથી આવ્યા તેમના નામો અલગ તારવે છે અને તેમના નામે બોગસ વોટિંગ કરાવે છે તેવું વીડિયોમાં દેખાય છે. જોકે આ વીડિયો ક્યારનો છે. કેટલો જૂનો છે. તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ જે રીતે બૂથ અંદર ઊભા રહીને જ બોગસ વોટિંગ કરાવવામાં આવી રહ્યું છે તે લોકશાહી માટે ગંભીર બાબત છે. જો કે જીએસટીવીની ટીમ આ વીડિયોની પુષ્ટી કરતુ નથી. વાયરલ વીડિયો દર્શકો સુધી પહોંચે અને લોકશાહીનું ચીરહરણ કરનારા ખુલ્લા પડે તે હેતુથી આ વીડિયો દર્શાવાયો છે.

  • બાવળાના બાપુપુરામાં બોગસ વોટિંગનો વીડિયો વાયરલ
  • સફેદ કપડાંમાં દેખાતો શખ્સ જિતેન્દ્રભાઈ ચૌહાણ
  • વાયરલ વીડિયોમાં મતદારોને મરાવી રહ્યો છે થપ્પા
  • કોંગ્રેસ સમગ્ર મામલાની ચૂંટણીપંચમાં કરશે ફરિયાદ
  • અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કા ભાઈ કરાવી રહ્યાં છે બોગસ મતદાન

આ વીડિયો સાબિત કરી રહ્યો છે કે ભાજપ દ્વારા બોગસ વોટિંગનો પ્રયાસ થઈ રહ્યો છે. બાપુપુરામાં હાજર કોઈ સ્ટાફ આ અંગે વિરોધ થઈ રહ્યો નથી. મતદાન મથકમાં એકલા પ્રમુખ જ હાજર છે અને સ્ટાફ ચૂપચાપ સપોર્ટ કરી રહ્યો છે. મતદાન મથકમાં હાજર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. તો વળી આ વીડિયો જૂનો હોવાનો જિતેન્દ્રભાઈ દ્વારા દાવો કરાઈ રહ્યો છે.

વીડિયો જૂનો હોવાનો પ્રમુખનો બચાવ

ગાંધીનગર મત વિસ્તાર હેઠળ આવતા બાવળામાં બોગસ વોટિંગ થયાના આરોપ લાગ્યા છે ત્યારે જેમના પર બોગસ વોટિંગ કરાવવાનો આરોપ મુકાયો છે તેવા જિતેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવે છે. તેમનો દાવો છે કે આ વીડિયો જૂનો છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જો કે જિતેન્દ્રભાઈને એ ખબર નથી કે વીડિયો કેટલો જૂનો છે.પહેલી દ્રષ્ટિએ માની પણ લઈએ કે વીડિયો જૂનો છે. તો પછી સવાલ એ થાય કે મતદાન કઈં વારંવાર નથી આવતુ. તો પછી એવું કઈ રીતે બને કે જિતેન્દ્રભાઈને એ ખબર હોય કે વાયરલ થયેલો વીડિયો જૂનો છે પરંતુ એ ન ખબર હોય કે કેટલો જૂનો છે. સીધી વાત છે કે જિતેન્દ્રભાઈ કંઈક છૂપાવી રહ્યા છે. આ વર્ષે ભાજપ અને કોંગ્રેસમાં રસાકસી વચ્ચે ભાજપે જીતવા માટે શામદામ અને દંડભેદનો ઉપયોગ કર્યો હોવાનું આ વીડિયો સાબિત કરી રહ્યો છે.

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!