GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

બીજા કર્વાટરમાં બોઇંગે અત્યાર સુધીની સૌથી વધુ 2.9 અબજ ડોલરની ખોટ કરી

737 મેક્સ કટોકટી વધુ ઘેરાતા અમેરિકાની વિમાન નિર્માતા કંપની બોઇંગે અત્યાર સુધીની સૌથી મોટી ખોટ નોંધાવી છે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે જો આ જ પરિસ્થતિ ચાલુ રહેશે તો થોડાક સમય માટે વિમાનનું ઉત્પાદન બંધ કરવાની ફરડજ પડશે. માર્ચ મહિનામાં મેક્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા કંપનીના વેચાણ પર પ્રતિકૂળ અસર પડી છે.

કંપનીએ ગ્રાહોકને વળતર આપવા માટે પીંચ અબજ ડોલરની જોગવાઇ કરી છે. બોઇંગના ચીફ એક્ઝિકયૂટીવ ડેનિસ મુલેનબર્ગે જણાવ્યું છે કે એરલાઇન્સ અને યાત્રીઓમાં મેક્સ અંગે વિશ્વાસ પુન: સ્થાપતિ કરવામાં સમય લાગશે.ચાલુ વર્ષના બીજા કવાર્ટરમાં બોઇંગે 2.9 અબજ ડોલરની ખોટ કરી છે. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ 2.2 અબજ ડોલરનો નફો કર્યો હતો.

કંપનીની આ ખોટથી કોઇ આશ્ચર્ય થયું નથી કેમકે કંપનીએ ગયા સપ્તાહમાં જ જાહેરાત કરી હતી કે તેણે કેન્સલ થયેલી ફલાઇટ માટે એરલાઇન્સ વળતર આપવા 4.9 અબજ ડોલર અલગ ફાળવવામાં આવ્યા છે. બીજા કર્વાટરમાં કંપનીની આવક 35.1 ટકા ઘટીને 15.8 અબજ ડોલર થઇ હતી. જો કે કંપનીએ બીજા કવાર્ટરમાં ડિવિડન્ટ પેટે 1.2 અબજ ડોલરની ચુકવણી કરી હતી.

બોઇંગે એપ્રિલ મહિનામાં વિમાનનું ઉત્પાદન 52થી ઘટાડીને 42 કર્યો છે. જો કે કંપનીએ પોતાના વોશિંગ્ટન પ્લાન્ટમા નોકરીની છટણી કરી નથી. કંપનીની આ સ્થિતિની અસર અમેરિકાના અર્થતંત્ર ઉપર પણ પડી રહી છે. કંપનીના સીઇઓએ જણાવ્યું છે કે અમે ફરીથી ઉડાન શર કરતા પહેલા વિમાન 100 ટકા સુરક્ષિત છે તેની ખાતરી કરવા માગીએ છીએ.

માર્ચમાં મેક્સ વિમાન તૂટી પડયું ત્યારથી અત્યાર સુધીમાં બોઇંગના શેરમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની સામે એસએન્ડપી ઇન્ડેક્સમાં  10 ટકાનો ઉછાળો નોંધાયો છે.

Read Also

Related posts

flipkartને થઈ ગઈ ચાંદી જ ચાંદી, વોલમાર્ટની આગેવાનીવાળા સમૂહોએ કર્યું અબજોનું રોકાણ

Pravin Makwana

સુરત : સ્મશાન ગૃહમાં કલાકોનું વેઇટિંગ બોલાતા પરિવાજનો અંતિમવિધિ વિના સ્વજનની લાશ અન્ય સ્મશાને લઈ ગયા

Nilesh Jethva

કોરોનાને નાથવા માટે ભારતમાં થઈ રહ્યો છે આ 6 દવાનો ઉપયોગ, જાણો કઈ કિંમતે મળશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!