GSTV
Gujarat Government Advertisement

હવે પાકિસ્તાન અને ચીન ફફડી જશે : ભારતને મળી ગયા લડાકુ હેલિકોપ્ટર અપાચે અને ચિનુક, રાત્રે પણ કરી શકાશે હુમલો

Last Updated on July 10, 2020 by Mansi Patel

અમેરિકી એવિએશન કંપની બોંઈગે ભારતીય વાયુસેનાને તમામ અપાચે અને ચિનુક હેલિકોપ્ટની ડિલીવરી કરી દીધી છે. 22 અપાચે અટૈક હેલિકોપ્ટમાં છેલ્લા પાંચની ડિલીવરી શુક્રવારે વાયુસેનાના હિંડન એરબેસ ઉપર કરવામાં આવી. આ પહેલા બોઈંગે 15 ચિનુક હેલિકોપ્ટરમાં છેલ્લા પાંચની માર્ચમાં વાયુસેનાને સોંપ્યાં હતાં. તેને લઈને બોઈંગ ઈન્ડિયાએ ભારતીય વાયુસેનાનો આભાર માન્યો છે. બોઈંગ ઈન્ડિયાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વાયુસેનાની અમારી સાથે ભાગીદારી કરવા માટે ધન્યવાદ, અમે એ જણાવતા ખુશ છીએ કે અમે ભારતને 22 એએચ 64ઈ અપાચે અને 15 ચિનુક હેલિકોપ્ટરની ડિલીવરી પુરી કરી દીધી છે. બોઈંગ ડિફેંસ ઈન્ડિયાના વહીવટી સંચાલક સુરેન્દ્ર આહુજાએ કહ્યું કે, સૈન્ય હેલિકોપ્ટરની આ ડિલીવરીની સાથે અમે આ ભાગીદારી આગળ વધારવા માટે કામ કરી રહ્યાં છીએ. ઓપરેશનલ આવશ્યકતાઓને પહોંચી વળવા અને સાચા મૂલ્ય અને ક્ષમતાઓ પહોંચાડવા માટે ભારતીય સંરક્ષણ દળો સાથે મળીને કામ કરવા માટે અમે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

ભારતી પાસે છે અપાચેનું અદ્યતન વર્ઝન

ભારત તે 17 દેશોમાંથી એક છે જેની પાસે અપાચે હેલિકોપ્ટરની પસંદગી કરી છે અને ભારતની પાસે તેનું અદ્યતન વર્ઝન એચ-64ઈ છે. આ હેલિકોપ્ટનો ઉપયોગ અમેરિકા સહિત અન્ય દેશ કરી રહ્યાં છે. આ નવીનતમ સંચાર, નેવિગેશન, સેંસર અને હથિયાર પ્રણાલીઓ સહીત એક ઓપન સિસ્ટર આર્કિટેક્ચરથી સુસજ્જ છે. તેમાં આધુનિક લક્ષ્ય પ્રાપ્ત પ્રણાલી છે જે 24 કલાક અને દરેક પરિસ્થિતિઓમાં લક્ષ્યની જાણકારી આપે છે. સાથે જ નાઈટ વિઝનથી પણ સુસજ્જ છે. તેના ફાયર કંટ્રોલ રડારને દરિયાઇ વાતાવરણમાં કામ કરવા માટે અપડેટ કરવામાં આવ્યું છે.

તમામ પરિસ્થિતિમાં કામને આપે છે અંજામ ચિનુક

દુનિયાના 24 દેશો પાસે ચિનુક હેલિકોપ્ટર સેવામાં છે અથવા તો તેના માટે સોદો કરવામાં આવ્યો છે. 50 વર્ષથી વધારે સમયથી આ દુનિયામું સૌથી વિશ્વનીય અને ભરોસાપાત્ર હેલિકોપ્ટર બનેલું છે. તે કોઈપણ જટીલ પરિસ્થિતિઓ હોય તે પછી ગરમી હોય કે વધારે ઉંચાઈ હોય તેમાં સંચાલન થઈ શકે છે. સીએચ-47 એફ(આઈ) ચિનુકમાં એક આધુનિક મશીની એરફ્રેમ છે. એક એવિયોનિક્સ આર્કિટ્રેક્ચર સીસ્ટમ ધરાવતું કોકપીટ અને એક ડીઝીટલ ઓટોમેટીક ફ્લાઈટ કંટ્રોલ સીસ્ટમ છે. આ આધુનિક ટેકનોલોજીની મદદથી ભારતીય વાયુસેનાના વધતા અભિયાનોને પુરૂ કરવામાં સક્ષમ રહેશે.

સપ્ટેમ્બર 2015માં થઈ હતી ડિફેંસ ડીલ

ભારતીય રક્ષામંત્રાલયે 22 અપાચે અને 15 ચિનુક હેલિકોપ્ટનું ઉત્પાદન, પ્રશિક્ષણ અને સમર્થન માટે બોઈંગ સાથે ડીલને સપ્ટેમ્બર 2015માં અંતિમ રૂપ આપવામાં આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દિલ્હી યાત્રા દરમયાન ભારતીય સેના માટે 6 અપાચે હેલિકોપ્ટરનો પ્રબંધ થઈ શક્યો હતો.

લદ્દાખમાં હાજર છે અપાચે, મિગ અને ચિનુક

ભારત અને ચીન સીમા વિવાદને લઈને વધતો તણાવ ચરમ ઉપર છે. ત્યારે ટકરાવ બિંદુએથી બંને દેશની સેના પાછળ જઈ રહી છે. પરંતુ ભારત તેને લઈને સતર્ક થઈ ગયું છે. તેને લઈને એલએસી ઉપર વાયુસેનાના હેલિકોપ્ટર્સ અને ફાઈટર જેટનું પેટ્રોલીંગ પણ ચાલું છે. ત્યાં ચિનુક, મિગ અને અપાચેને તૈનાત કરવામાં આવ્યાં છે.

Gujarat Government Advertisement

Related posts

કામની વાત: હવે રહેઠાણના પુરાવા વગર જ બની જશે આધાર કાર્ડ, જાણો શું છે રીત?

Pritesh Mehta

કામની વાત/ તમારી કારને રાખવા માંગો છો ફિટ તો અપનાવો આ 9 મેઇન્ટેનેન્સ ટિપ્સ, કાર રહેશે નવી નક્કોર

Bansari

ગૂજરાત વિદ્યાપીઠની રૂપાણી સરકારથી ઉલટી ગંગા, હજુ તો ધોરણ 12ના પરિણામ નથી આવ્યાં એ પહેલાં જ એડમિશન શરૂ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!