શહીદોની લાશો ઓળખવા CRPFએ એવું કર્યું કે તમે જાણશો તો લોહી ઉકળી જશે

પુલવામા હુમલામાં શહીદ 40 જવાનોના મૃતદેહ કોફિનમાં તેમના ઘરે પહોંચી રહ્યા છે અને મૃતદેહની જે હાલત છે તે જોઈને લોકોનો ગુસ્સો બેવડાઈ રહ્યો છે. બ્લાસ્ટના કારણે જવાનોના શરીરના જે હાલ થયા છે તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી. સીઆરપીએફ માટે પણ બ્લાસ્ટ બાદ મૃતદેહોની ઓળખ કરવી બહું કપરું કામ બની ગયુ હતું. કારણકે બ્લાસ્ટમાં 200 કિલો વિસ્ફોટકો વપરાયા હતા. જેના કારણે મૃતદેહો વેર વિખેર થઈને પડ્યા હતા. ક્યાંક શરીરનો એક ભાગ તો ક્યાંક શરીરનો બીજો ભાગ પડયો હતો.

શરીરના તમામ અંગોને ભેગા કરીને બાદમાં કયો હિસ્સો કોનો છે તે નક્કી કરવાનું દર્દનાક કામ સીઆરપીએફના જવાનોના ભાગે આવ્યું હતુ. મૃતદેહની ઓળખ કરવા માટે આધાર કાર્ડ, આઈડી કાર્ડ અને બીજા સામાનની મદદ લેવાઈ હતી.

કેટલાકની ઓળખ ગળામાં લપેટાયેલા આઈડી કાર્ડથી થઈ હતી ,કેટલાકના પાન કાર્ડની મદદથી ઓળખવામાં આવ્યા હતા. કેટલાક જવાનોની રજાની અરજી તેમના ખિસ્સામાંથી મળી હતી. જેના આધારે તેમની ઓળખ થઈ હતી.

કેટલાક જવાનોની ઓળખ હાથમાં પહેરેલી ઘડિયાળથી થઈ હતી. જે હુમલામાં બચેલા બીજા જવાનોએ ઓળખી બતાવી હતી. મૃત જવાનોનો ખિસ્સામાં રહેલા પર્સ પણ તેમની ઓળખનો આધાર બન્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter