GSTV

વુહાનમાં કોરોના વાયરસના કારણે રસ્તે રઝળતા મૃતદેહો પાછળની આ છે વાસ્તવિકતા

CORONA

Last Updated on March 7, 2020 by Mayur

કોરોનાના (Corona) એપી સેન્ટર વુહાનમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહેલો મહારાષ્ટ્રનો વિદ્યાર્થી સ્વદેશ પાછો ફર્યો હતો. તેણે વુહાનનો આંખે દેખ્યો અહેવાલ આપીને આપવીતી જણાવી હતી. વુહાનમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહેલાં મહારાષ્ટ્રના આશીષ કુર્મેએ મીડિયા સમક્ષ વુહાનનો નજરે જોયેલો અહેવાલ રજૂ કર્યો હતો. તેણે કહ્યું હતું કે 23 જાન્યુઆરી પછી વુહાન શહેરમાં કોઈનેય બહાર નીકળવાની પરવાનગી નથી.

વુહાનમાં કોઈ જ બહાર નીકળતું ન હોવાથી શહેર ભૂતિયા બની ચૂક્યું છે. શહેરમાં વાહનો કે માણસોની અવરજવર થતી નથી. વુહાનમાં મતૃદેહો રઝળતા હોવાનો એક વિડીયો ભારે વાયરલ થયો હતો. એ વિડીયો ફેક હોવાનું આશીષે કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ત્યાં એવી સ્થિતિ નથી કે લાશો રઝળવા માંડે. કોરોનાનો (CORONA) પહેલો કેસ તો 8મી ડિસેમ્બરે જ નોંધાઈ ચૂક્યો હતો, પરંતુ એ વખતે તેની ભયાનકતાની જાણ ન હોવાથી શરૂઆતમાં કોઈ જ પગલાં ભરાયા ન હતા. છેક 23મી જાન્યુઆરી સુધી વુહાનમાં હરવા-ફરવા પર કોઈ જ પાબંદી ન હતી.

જોકે, એ પછી બધા જ વિદ્યાર્થીઓને બંધ કરી દેવાયા હતા અને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ લાગી ગયો હતો. તેને ભારતીય એમ્બેસીએ સ્વદેશ પાછા ફરવાની વ્યવસ્થા કરી હતી અને 14 દિવસ નિરીક્ષણ હેઠળ રાખ્યા પછી બધા જ રીપોર્ટ નેગેટિવ આવ્યા એટલે ઘરે જવાની પરવાનગી અપાઈ હતી.

READ ALSO

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!