GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો કહેર/ સ્મશાનો ફૂલ તો કોલોનીમાં કરાયા અગ્નિસંસ્કાર, વીડિયો વાયરલ થતાં બેસાડી તપાસ

Last Updated on April 17, 2021 by Harshad Patel

કોરોનાના વધતા કહેર વચ્ચે હવે સ્મશાનોમાં પણ જગ્યા ઘટવા લાગી છે. એ બાબતની સાબિતીમધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જોવા મળી. લાશોથી ઠસાઠસ શ્મસાનઘાટ ભરાયેલા હોવાના સમાચારો વચ્ચે કેટલાક લોકોએ રહેણાક કોલોનીમાં જ અંતિમ સંસ્કાર કરવાની જરૂર પડી. મીડિયા રિપોર્ટ મુજબ અંતિમ સંસ્કાર પછી ત્યાં ચિતાની રાખ આજુબાજુના ઘરોની પાસે પડેલી જોવા મળી. ઘટના સાથે જોડાયેલા એક વીડિયો સોશ્યલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો જે પછીથી પ્રશાસન હરકતમાં આવ્યું છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મૃતક કોરોના સંક્રમિત હતો. પરંતુ હાલ આ બાબતની કોઈ અધિકારીક પુષ્ટિ થઈ શકી નથી.

ગેસ દુર્ઘટના સમયે પણ આવી સ્થિતિ નહોતી

ભોપાલના સ્મશાનઘાટના આ ખૌફનાક ફોટાઓ સામે આવી રહ્યા છે. જેમાં એક સાથે કેટલીય લાશો સળગતી જોવા મળી રહી છે. 84માં ગેસ દુર્ઘટના સમયે પણ આવી સ્થિતિ નહોતી તેનાથી ખોફનાક સ્થિતિ હાલમાં ભોપાલમાં જોવા મળી રહી છે. આવી ભયાવહતા જોઈને લોકોની ઊંઘ પણ ઊડી ગઈ છે.

બે વિશ્રામઘાટમાં 108 લોકોના કોવિડ પ્રોટોકોલ સાથે અંતિમ સંસ્કાર

ભોપાલના બે વિશ્રામ ઘાટ અને એક કબ્રસ્તાનમાં ગુરુવારે 108 બોડીના અંતિમ સંસ્કાર કોવિડ પ્રોટોકોલથી કરાયા જ્યારે સરકારી આંક મુજબ તે દિવસે ફક્ત 8 લોકોના મોત બતાવ્યા હતા. કબ્રસ્તાન અને સ્મશાનઘાટના રેકર્ડમુજબ 156 લોકોના અંતિમ સંસ્કાર થયા તેમાં 108ને કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિસંસ્કાર થયા હતા. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રના એક સ્મશાનઘાટમાં ડરાવનારો વિડિયો સામે આવ્યો છે. જેમાં એક સાથે 23 લોકોના અગ્નિસંસ્કાર એક સાથે થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમરેલી: કડવા પાટીદાર સમાજે ગામમાં બનાવ્યુ 50 બેડનું કોવિડ કેર સેન્ટર, વિના મૂલ્યે અપાશે તમામને સારવાર

Pravin Makwana

આજે નર્સિંગ ડે : કોરોના મહામારીમાં હોસ્પિટલના વોર્ડને બીજુ ઘર બનાવ્યું, હાથમાં ફ્રેક્ચર સાથે વેક્સિનેશન ડ્રાઈવમાં નોકરી

Bansari

માળો પીંખાયો : ગોંડલમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપટે, ત્રણનાં મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!