બિહારમાં પૂરે વેરેલા વિનાશ બાદ તબાહીની સ્થિતિ વચ્ચે પોલીસનો અમાનવી વ્યવહાર સામે આવ્યો છે. પોલીસે અમાનવીય રીતે મૃતકોની લાશોને ફેંકી રહી હોવાની ઘટના સામે આવી છે. અરેરિયામાં પોલીસની આવી હરકતો કેમેરામાં કેદ થઇ હતી.
જોગબની-ફારબિસગંજની વચ્ચે મીરગંજ પુલની પાસે પૂરમાં ડૂબીને મોતને ભેટેલા લોકોના મૃતદેહોને પોલીસે ટ્રેકટર લાવીને પાણીમાં ફેંકાવી દીધી હતી. જોગબનીમાં એક તરફ મૃતદેહોને સ્મશાન લઇ જવામાં આવી રહ્યાં હતા ત્યારે બીજીતરફ પોલીસની હાજરીમાં લાશોને પરમાન નદીમાં ફેંકવાનો સિલસિલો જોવા મળ્યો હતો.
ટ્રેકટર પર લાશોને મૂકીને મીરગંજ પુલથી નદીમાં નાંખવામાં આવતી હતી. પોલીસના આ કૃત્યથી માનવતા શર્મશાર થઇ ગઇ હતી. તસવીરો એ વર્ણન કરે છેકે, પોલીસની આ હરકત કેટલી શરમજનક હતી. તસીવીરો સામે આવ્યા બાદ જોગબની પોલીસ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.