GSTV
ટોપ સ્ટોરી

ગેરકાયદે સીમા પાર કરીને કેનેડા જતા પહેલાં ચેતી જજો : મળી આવ્યાં બરફ નીચે દટાયેલાં 4 ગુજરાતીઓનાં મૃતદેહ, ફ્લોરીડાનાં એજન્ટની કરાઇ ધરપકડ

Kalol-patel-family

કેનેડામાં ભારે હિમવર્ષાના કારણે અમેરિકાની બોર્ડર પાસે માઇનસ ડીગ્રીમાં થીજી ગયેલા ગુજરાતી પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળ્યાં છે. મૃતક પરિવાર કલોલનાં હોવાનું જાણવા મળ્યું છે.

કલોલનાં પટેલ પરિવારના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારના સભ્યોની ચાર દિવસથી કોઇ ભાળ ન હતી. તેમનો પુત્ર દસ દિવસ પહેલા કેનેડા જવાનું કહી નિકળ્યો હતો. હાલ આ પરિવારના સભ્યો એમ્બેસીનો સંપર્ક કરી રહ્યાં છે.

આ ઘટનાને લઈને ફ્લોરીડાનાં એજન્ટ સ્ટીવ સેન્ડની ધરપકડ કરાઇ

આ ઘટનાને લઈને ફ્લોરીડાનાં એજન્ટ સ્ટીવ સેન્ડની ધરપકડ થઇ છે. આ એજન્ટ ગેરકાયદે સીમા પાર કરાવતો પકડાયો છે. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશભાઈ બળદેવભાઈ પટેલ અને તેમના પત્ની ગાયત્રીબેન, પુત્રી ગોપી અને પુત્ર ધાર્મિક અમેરિકા જવામાં સામેલ હતાં. આ પરિવાર કેવી રીતે જવાનો હતો તે અહીં તેમના સગાં-સંબંધીઓને ખબર નથી અને હાલ તેઓ ત્યાંથી સમાચાર મેળવવાની કોશિશ કરી રહ્યાં છે.

READ ALSO :

Related posts

સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત

Nakulsinh Gohil

અમદાવાદ /  11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ

Nakulsinh Gohil

અમદાવાદ / પ્રેમીએ લગ્નની લાલચ આપી 6 માસમાં 3 વાર સગીરા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ

Nakulsinh Gohil
GSTV