GSTV

બોડેલીના ખેડૂતો બેવડી આફત, કેળામાં સિંગાટોકા બાદ ટામેટાના પાકમાં નેમિટોસ વાયરસનો કહેર

Last Updated on November 27, 2021 by Pritesh Mehta

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ટામેટા પકવતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. કારણ કે, ટામેટામાં વાયરસનો પ્રકોપ આવતા ખેડૂતોને અણધારી આફત આવી પડી છે. એકબાજુ કેળના પાકમાં સિંગાટોકા અને ટામેટીના પાકમાં નેમિટોસ વાયરસનો કેર જોવા મળ્યો છે.

ટામેટા

આવી સમસ્યા ખેડૂતો છેલ્લા બે વર્ષથી સહન કરી રહ્યા છે. જેના લીધે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. ખેતીમાં પણ માવઠું, અતિવૃષ્ટિ જેવી સમસ્યાને લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ટામેટીમાં ખેડૂતોએ સખત મહેનત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ ઉત્પાદન મેળવી શક્યા નથી.

ટામેટીમાં નિમેટોસ,વાઇરસ પુષ્કળ પ્રમાણમાં વકર્યો હોવાથી જેની કોઈ દવા નથી. જેના લીધે ખેડૂતો પાક બચાવી શકયા નથી. આમ ટામેટીમાં નેમીટોસ અને વાઇરસનો પ્રકોપ વધતા ખેડૂતોને આર્થિક ફટકો પડતા મુશ્કેલીમાં મુકાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!