GSTV
Chhota Udaipur Trending ગુજરાત

બોડેલીના યુગલે કોરોનાને આપી મ્હાત, મેડિકલ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી

Lockdown

છોટા ઉદેપુર જિલ્લામાં વધુ બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બોડેલીનું યુગલ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પીટલના ડૉક્ટરો તેમજ મેડિકલ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે સ્વસ્થ થયેલા યુગલને વિદાય આપી હતી. મહત્વનું છે કે, બોડેલીનો યુવાન મોહસિન ખત્રી કોરોનાથી સંક્રમિત થતાં તેમના ભાઇ અને ભાભીને પણ કોરોનાને ચેપ લાગ્યો હતો, પરંતુ મોહસિને કોરોનાને માત આપતા તેમને પાંચ દિવસ પહેલા રજા અપાઇ હતી. ત્યારબાદ હવે તેમના ભાઇ-ભાભી પણ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ છોટા ઉદેપુર જિલ્લામાં કુલ 5 લોકો સ્વસ્થ થયા છે.

  • છોટાઉદેપુર જિલ્લામાં વધુ બે કોરોના સંક્રમિતો સાજા થયા
  • બોડેલીના યુગલે આપી કોરોનાને આપી મ્હાત
  • બૉડેલીનો યુવાન મોહસિન ખત્રી સંક્રમિત થતાં તેના ભાઈ ભાભીને લાગ્યો હતો ચેપ
  • કોરોનાને મ્હાત આપી સાજા થયેલ મોહસિનને પણ પાંચ દિવસ પહેલા અપાઈ રજા
  • છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલ ખાતેની કોવિડ19 કેર ખાતે ત્રણ લોકો થયા સાજા
  • જિલ્લામાં કોરોના સંક્રમિત 14 પૈકી પાંચ સાજા થયા
  • ડૉક્ટરો સહિત કોરોના યોદ્ધા ઓએ તાળીઓનાં ગડગડાટથી યુગલને આપી વિદાય

READ ALSO

Related posts

અભ્યાસમાં ચોંકાવનારો દાવો : 66% ભારતીય પાયલોટ ફ્લાઇટ દરમિયાન ઉંઘી જાય છે પ્લેનમાં

GSTV Web Desk

યૂનિક નથી હોતા ઉર્ફી જાવેદનાં સુપરબોલ્ડ કપડાંસ, હોલિવુડ હિરોઇનની કરે છે સસ્તી નકલ

Hemal Vegda

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk
GSTV