અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિરમાં છત્ર ચોરીને અંજામ આપનાર ચોરને બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કરીને 8થી વધારે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. માત્ર 19 વર્ષની ઉંમરમાં પોતાના મોજ શોખ માટે ચોરીની લત પર ચડેલો આ આરોપીએ બે મહિનામાં ૮ મંદિરોમાં ચોરીને અંજામ આપ્યો હતો.

સીસીટીવીમાં તમામ દ્રશ્યો કેદ થયા
સીસીટીવીમાં તમામ દ્રશ્યો કેદ થયા હતા, ફક્ત 19 વર્ષની ઉમરનો ફૂટડો જૂવાન પોતાના મોજ શોખ માટે ચોરીની લત પર ચડ્યો અને આ આરોપી જીગર દેસાઈ એ બે મહિનામાં ૮ મંદિરોમાં જઈને ચોરીને અંજામ આપી ચુક્યો છે, ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદ બહારના મંદિરો માં જઈને પણ ચોરીને અંજામ આપતો હતો. બોડકદેવ વિસ્તારમાં આવેલ મંદિરમાં આરોપી એ છત્રની ચોરી કરી હતી, જેની ફરિયાદ બોડકદેવ પોલીસ સ્ટેશન નોંધાઇ હતી.પોલીસે ફરિયાદ ના આધારે તપાસ શરૂ કરી અને મંદિર અને અન્ય સીસીટીવી તપાસ કરતા આરોપીનું પગેરું મળી આવ્યું અને ગણતરીના દિવસો માં આરોપી જીગર દેસાઈ ને ઝડપી પાડયો.
મંદિરમાં કોઈ પૂજારી કે ભક્ત હાજર ના હોય અને પછી તે મંદિરમાં દર્શન કરવામાં બહાને જતો અને મંદિરમાં રહેલા છત્રને ખેંચીને થેલીમાં મૂકી ફરાર થઈ જતો હતો. આરોપી જીગરની ધરપકડ બાદ પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે ચોરી કરવા માટે વાહન પણ ચોરી કરીને લાવ્યો હતો. ચોરી કરેલા છત્ર કડીના સોનીને વેચી નાખ્યા છે, પોલીસે કડીના એ સોનાના વેપારીની તપાસ કરીને ચોરી કરેલા દાગીના લેનાર વેપારીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો