GSTV
Home » News » બોડકદેવમાં મૃતક પત્નીનું નામ રાખ્યું અને જીવિત પતિનું નામ કાઢી નાખ્યું

બોડકદેવમાં મૃતક પત્નીનું નામ રાખ્યું અને જીવિત પતિનું નામ કાઢી નાખ્યું

ગાંધીનગર લોકસભાની બેઠક આવતા પશ્ચિમના બોડકદેવ વિસ્તારમાં મતદારયાદીમાંથી નામ ગુમ થવાના કે ડિલીટ કરવાના પ્રશ્ને ભારે હોબાળો મચી ગયો છે. આજે સવારે જજીસ બંગલો ચાર રસ્તા પાસે આવેલા પી.ડબ્લ્યુ.ડીની કચેરીમાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્રમાં કેટલાક યુવાનો અને મહિલાઓ તથા સિનિયર સિટીઝનોને મતદાન કરવા દેવાયું હતું.

આ લોકો અહીં 20 વર્ષ કે તેથી વધુ સમયથી રહે છે. 2014ની લોકસભાની અને ત્યારબાદ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ તમામ લોકોએ આ જ મતદાન કેન્દ્રોમાંથી મતદાન કર્યું હતું. તેમને પાડોશીઓ સાથે આજે મતદાન કરવા આવ્યા હતા, પરંતુ તેમને એવું કહેવાય કે તમારા નામ ડીલીટ થઈ ગયા છે. આથી આ લોકો ચોંકી ઊઠયા હતા અને દલીલ કરી હતી કે આવું કઈ રીતે શક્ય બને અમે ક્યારેય નામ ડિલીટ માટેની અરજી પણ આપી નથી, પરંતુ ફરજ પરના અધિકારીઓએ કહ્યું હતું કે મતદાર યાદીમાં તમારું નામ ન હોવાથી અમે તમને મતદાન કરવા દઈશું નહીં.

આવુ સાંભળ્યા બાદ લોકોનો ગુસ્સો વધુ તીવ્ર બન્યો હતો અને ખૂબ જ દલીલ કરી હતી કે એક બાજુ મોદી સાહેબ અને ચૂંટણી પંચ વધુને વધુ મત આપવા માટેની અપીલ કરે છે. એક એક મતની કિંમત હોય છે. અમે આવીએ છીએ છતાં અમને શા માટે મત આપવા દેતા નથી. ભારે હોબાળો મચી જતા પોલીસ જવાનો પણ સ્થળ પર ધસી આવ્યા હતા.

આ સમયે બોડકદેવ વિસ્તારના લોકો કોર્પોરેટરો પણ હાજર હતા. તેઓએ પણ મતદારોને સમજાવ્યું હતું કે તમારે મતદારયાદી અગાઉ જોઈ લેવાની જરૂર હતી. જો તેમાં તમારું નામ ડીલીટ થયેલું જણાય તો તમારે રજૂઆત કરવાની જરૂર હતી. હવે અત્યારે નામ યાદીમાં ન હોવાથી તમે મત આપી શકશો નહીં અને ફરજ પરના અધિકારીઓ પણ તમને આમાં કોઈ જ મદદ નહીં કરી શકે.

ભાજપના કોર્પોરેટરની આવી દલીલ સાંભળીને મતદારો વધુ ગુસ્સે ભરાયા હતા, ત્યારબાદ કોર્પોરેટર ત્યાંથી રવાના થઈ ગયા હતા, બીજી બાજુ 77 વર્ષના કૌશિકભાઈ પટેલ જણાવે છે કે 75 વર્ષના મારા પત્ની ઉષાબહેનનું મૃત્યુ થયું હતું. આથી મે સર્ટિફિકેટ સાથે તેમનું નામ કમી કરવા માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ મારા વાઈફનું નામ કમી કરવાને બદલે મારું નામ કમી કર્યું છે અને મારા વાઈફનું નામ મતદાર યાદીમાં યથાવત છે હું જીવિત હોવા છતાં મારું નામ નથી અને મારી પત્ની હયાત ન હોવા છતાં તેનું નામ મતદાર યાદીમાં છે.

હું અહીં છેલ્લા બે દાયકાથી મતદાન કરું છું, પરંતુ આ વખતે મને મતદાન કરવા દેવાની ના પાડવામાં આવે છે. આજ રીતે અન્ય લોકોએ પણ આવો જ બળાપો કાઢયો હતો અને કહ્યું હતું કે અમે કોઈ જાતની અરજી કરી હોવા છતાં તમારા નામ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. કેટલાક યુવાનો મતદાન કરવા દેવાની છૂટ નથી આપતા ભારે ગુસ્સામાં આવી ગયા હતા. તેઓએ જબરજસ્તી અને મતદાન કરવાની પણ તૈયારી દર્શાવી હતી, ત્યારબાદ ચૂંટણી અધિકારીઓને એવું સંભળાવ્યું હતું કે અમે કોને મત આપવાના છીએ તેની તમને ખબર છે અને આથી જ તમે લોકોએ અમારા નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા છે.

READ ALSO

Related posts

ભારતમાં લોકસભા ચૂંટણી દરમ્યાન ફેસબુકે આવી રીતે કરી અધધ કમાણી

Mansi Patel

રાજકોટમાં ભાજપ લોકસભાની સીટ જીત છે તો ઉજવણી નહી કરે, જાણો શા માટે?

Nilesh Jethva

સટ્ટા બજારમાં ભાજપના ભાવ ગગડયા: પરિણામ ની આગલી સાંજે જબરજસ્ત પરિવર્તન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!