GSTV

સાધુ અવતારમાં જોવા મળશે બોબી દેઓલ, આ વેબ સિરીઝથી કરશે ડિજિટલ ડેબ્યુ

બોબી દેઓલ

અભિનેતા બોબી દેઓલ ઓગસ્ટમાં તેની આગામી સિરીઝ ‘આશ્રમ’થી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. તેનું દિગ્દર્શન પ્રકાશ ઝાએ કર્યું છે. ઓટીટી પરની આ વેબ સિરીઝ 28મી ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આ વિશે માહિતી આપતાં બોબી દેઓલે તાજેતરમાં ‘આશ્રમ’ વેબ સિરીઝનો ફર્સ્ટ લૂક ફેન્સ સાથે શેર કર્યો હતો. તેણે ત્યાર બાદ એક એક બીજો વીડિયો શેર કર્યો છે, જેમાં સિરીઝને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી ફેન્સ સાથે શેર કરવામાં આવી છે.

આ વીડિયોને બોબી દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે એક બાબાની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. બોબી દેઓલ એક એવા બાબાની ભૂમિકા ભજવી રહ્યો છે જેનું વ્યક્તિત્વ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામ રહીમ સિંહને મળતું આવે છે. આ સિરીઝ એક રાજકીય વ્યંગ છે અને આ માટે ઘણી બધી હકીકત જેલમાં સમય પસાર કરી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમના અંગત જીવનને મળતી આવે છે. આ સિરીઝમાં મુખ્ય સ્ત્રીના પાત્રમાં અનુપ્રિયા ગોએન્કા છે. અનુપ્રિયા આ અગાઉ ‘પદ્માવત’ ફિલ્મમાં જોવા મળી હતી.

અભિનેતા બોબી દેઓલ ઓગસ્ટમાં વધુ એક ફિલ્મ ‘ક્લાસ ઓફ 83’માં પણ જોવા મળશે. ‘ક્લાસ ઓફ 83’ સુપરસ્ટાર શાહરૂખ ખાનના રેડ ચીલી એન્ટરટેરમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મ ઓગસ્ટમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન અતુલ સબરવાલ કરી રહ્યા છે.

Read Also

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!