GSTV

અગત્યનું/ આ ત્રણ સરકારી બેંકના ગ્રાહકો ધ્યાન આપે! આ તારીખથી બદલાઇ જશે આ નિયમ, ફટાફટ ચેક કરી લો ડિટેલ

બેંકો

Last Updated on May 22, 2021 by Bansari

જો તમે બેંક ઓફ બરોડા (Bank of Baroda), કેનેરા બેંક (Canara Bank) અને સિંડિકેટ બેંક (Syndicate Bank)ના ગ્રાહક હોય તો તમારા માટે આ જરૂરી ખબર છે. જ્યાં બેંક ઓફ બરોડા ગ્રાહકો માટે ચેકથી પેમેન્ટને લગતાં નિયમ બદલાઇ રહ્યાં છે. સાથે જ કેનેરા બેંક અને સિંડિકેટ બેંકના ગ્રાહકો માટે આઇએફએસસી કોડ  (IFSC Code) સંબંધિત બદલાવ થશે. તો ચાલો જાણીએ આ વિશે વિગતે…

બેંક

1 જૂનથી બદલાશે ચેક પેમેન્ટની રીત

બેંક ઑફ બરોડા માટે 1 જૂન 2021થી પોઝિટિવ પે કન્ફર્મેશન (Positive Pay Confirmation) ફરજિયાત કરવામાં આવશે. તેનાથી ગ્રાહક બેંક ફ્રોડનો શિકાર નહીં બને. જણાવી દઇએ કે પોઝિટિવ પે સિસ્ટમ એક પ્રકારે ફ્રોડને પકડનારુ ટૂલ છે. આ સિસ્ટમ અંતર્ગત કોઇપણ જ્યારે ચેક જારી કરશે તો તેણે તેની બેંકની પૂરી ડિટેલ આપવી પડશે. ચેક પેમેન્ટ પહેલા આ જાણકારીઓને બેંક ક્રોસ-ચેક કરશે. જો તેમાં કોઇ ગરબડ હશે તો બેંક તે ચેકને રિજેક્ટ કરશે.

બેંક

જાણો બેંકનું શું કહેવુ છે?

BoBનું કહેવું છે કે તેના ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેકની ડિટેલ્સને ત્યારે રિકન્ફર્મ કરવાની રહેશે જ્યારે તે 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધુના બેંક ચેક જારી કરશે. આ નિયમ 1 જૂન 2021થી લાગુ થશે.

બેન્ક

1 જુલાઇથી બદલાશે IFSC કોડ

કેનેરા બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, 1 જુલાઇથી IFSC કોડ બદલાઇ જશે. સિંડિકેટ બેંકના ગ્રાહકોને નવો આઇએફએસસી કોડ 30 જૂન સુધી અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. નવો આઇએસએફસી કોડ જાણવા માટે પહેલા કેનેરા બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. જણાવી દઇએ કે કેનેરા બેંકમાં સિંડીકેટ બેંકનો વિલય કરવામાં આવ્યો હતો જ્યારે બેંક ઓફ બરોડામાં વિજયા અને દેના બેંકનો વિલય કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!