GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/ BOBની પોતાના કરોડો ગ્રાહકોને ભેટ! વ્યાજ દરોમાં કર્યો ઘટાડો, સસ્તી થઇ લોન

વ્યાજ

Last Updated on June 11, 2021 by Damini Patel

દેશની ત્રીજી મોટી સરકારી બેન્ક બેન્ક ઓફ બરોડાએ પોતાના કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેન્ક ઓફ બરોડાએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ લેન્ડિંગ રેટ 0.05% ઘટાડો કર્યો છે. બીઓબીએ કહ્યું કે એમસીએલઆરમાં ઘટાડો વિવિધ સમયગાળાના દર પર કરવામાં આવી છે. નવા દર 12 જૂન, 2021થી પ્રભાવિત થશે.

એક વર્ષના સમયગાળા માટે એમસીએલઆરમાં સુધારો કરી 7.35 % કરી દેવામાં આવ્યા છે. છ મહિના અને ત્રણ મહિના માટે પણ એમસીએલઆર 0.05% ઘટી ક્રમશ 7.20% અને 7.10% કરી દીધા છે.

શું હોય છે MCLR?

લોન

જયારે તમે કોઈ બેન્ક પાસે લોન લેવો છો તો બેન્ક દ્વારા લેવામાં આવતા વ્યાજના ન્યુનત્તમ દરના આધાર પર કહેવામાં આવે છે. આધાર દરથી ઓછા દર પર બેન્ક કોઈને લોન નહિ આપી શકે. આ આધાર દરની જગ્યાએ હવે બેંક MCLRનો ઉપયોગ કરી રહી છે. આની ગણના ધનરાશિનો સીમાંત ખર્ચ, વધુ પ્રીમિયમ, સંચાલન ખર્ચ અને કેસ ભંડાર અનુપાતને બનાવી રાખવાના પર કરાવમાં આવે છે.

દેશની સૌથી મોટી સરકારી બેંકે પણ સસ્તી કરી લોન

જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (PNB) એ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ(એમસીએલઆર)ના ઘટાડો કર્યો છે. પીએનબીએ એક વર્ષના એમસીએલઆરને 0.05 ટકા ઘટાડીને 7.30 ટકા કર્યો છે. બેંકે સોમવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કેમાર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ 1 જૂન, 2021થી અમલમાં આવી છે.

એમસીએલઆરમાં 6 મહિના અને 3 મહિનાના સમયગાળા માટે 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ બાદ વ્યાજ દર અનુક્રમે 7 ટકા અને 6.80 ટકા રહેશે. એક દિવસ, એક મહિના અને ત્રણ વર્ષના ગાળામાં એમસીએલઆરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કેનેરા બેન્કે હોમ-ઓટો-પર્સનલ લોન સસ્તી કરી

કેનેરા બેંકે માર્જિનલ કોસ્ટ ઓફફ ફંડ્સ બેઝ્ડ લેંડિંગ રેટ અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) માં સુધારો કર્યો છે. નવા દર પણ 07 મે 2021થી અમલમાં આવ્યા છે. હોમ લોન પર RLLR મહિલાઓ માટે 6.90 ટકા અને અન્ય લોકો માટે 6.95 ટકા છે.

ફોર વ્હીલર્સ સહિતના કૃષિ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા લોનના દર 7..35 ટકા છે અને ટુ વ્હીલર્સ માટે 9.05 ટકા છે. શિક્ષણ માટેની વિવિધ યોજનાઓ હેઠળ લોન 6.90 ટકાથી 8.90 ટકા સુધીની છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અગામી અઠવાડીયે પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળશે, અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ પાટીલ દિલ્હી પ્રવાસે: થશે કંઈક નવા જૂની

pratik shah

શરીરમાં પાણીના અભાવથી થઇ શકે છે ગંભીર સમસ્યાઓ, પરિસ્થિતિ વધુ વણસી જાય તો જઈ શકે છે જીવ

Vishvesh Dave

Government Job / 12મા પછી સરકારી નોકરી કરવી છે? આ 5 પરીક્ષાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!