GSTV
Home » News » 243 ભારતીયો સાથેની બોટ થઈ ગુમ, પાંચ મહિનાથી પત્તો નથી

243 ભારતીયો સાથેની બોટ થઈ ગુમ, પાંચ મહિનાથી પત્તો નથી

પાંચ મહિના પહેલા કેરાલાના દરિયાકાંઠેથી 243 ભારતીયોને લઈ રવાના થયેલી ફિશિંગ બોટનો કોઈ અતો પતો નથી. આ બોટ પર સવાર એક પણ વ્યક્તિ સાથે તેના પરિવારજનોનો પણ સંપર્ક થયો નથી.

મળતી વિગતો પ્રમાણે તેમાં બેઠેલા 184 લોકો તો દિલ્હી ખાતેના આંબેડકર નગરના રહેવાસી છે. બોટમાં સવાર થયેલામાં 85 જેટલા બાળકો પણ છે. પરિવારના સભ્યો પાંચ મહિનાથી તેમની શોધખોળ ચલાવી રહ્યા છે. પોલીસ, ગૃહ મંત્રાલય, મુખ્યમંત્રી, માનવાધિકારી આયોગ, વિદેશ મંત્રાલય એમ તમામ સ્તરે ગૂમ થયેલા લોકો અંગે રજૂઆત થઈ ચુકી છે.

અફવાઓ અને અટકળોની વચ્ચે કહેવાઈ રહ્યુ છે કે, બોટમાં બેઠેલા લોકોને ગેરકાયદેસર રીતે ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા લઈ જવાઈ રહ્યા હતા પણ આ વાત સાચી છે કે ખોટી તે પણ જાણઈ શકાયુ નથી. એવી પણ ખબર આવી હતી કે, બોટમાં બેઠેલા લોકો અલ્જિરિયામાં પકડાઈ ગયા છે. જોકે તે વાત ચકાસણી કરતા ખોટી નિકળી હતી. 11 જાન્યુઆરીએ કેરલ પોલીસને બોટ જ્યાંથી રવાના થઈ હીત તે મુનંબમ પોર્ટ પરથી કેટલીક બેગો મળી હતી. પોલીસનુ માનવુ છે કે, બોટમાં વધારે લોકો હોવાથી સામાન ફેંકાવી દેવાયો હશે.

પોલીસ માની રહી છે કે,, આ મામલો હ્યુમન ટ્રાફિકિંગનો છે અને આ ટોળકીના માસ્ટરમાઈન્ડની ઓલખ થઈ ચુકી છે. બોટમાં બેઠેલા લોકોને ન્યૂઝીલેન્ડ લઈ જવાની અને નોકરી અપાવવાની લાલચ અપાઈ હતી. ટોળકીના 10 લોકોને પકડી લેવાયા છે.

READ ALSO

Related posts

PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા

Mayur

કપડા શું ઉતાર્યા મળવા લાગી ઢગલાબંધ એડલ્ટ ફિલ્મની ઑફર, આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

‘રેપથી બચવા મહિલાઓ કોન્ડમ સાથે રાખે અને સહયોગ આપે’ ડિરેક્ટરનું વિવાદાસ્પદ નિવેદન, આ એક્ટ્રેસે ઝાટકી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!