વિદેશમાં સ્થાયી થઈને ડોલર કમાવવાની ઘેલછા મહેસાણાના વિજાપુરના પરિવારને ભારે પડી છે. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણાના વિજાપુરના માણેકપુર ગામના ચાર વ્યક્તિઓ અમેરિકા જતા મોતને ભેટ્યા છે. કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના પ્રયાસમાં ચાર લોકો જીવ ગુમાવ્યા હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે, જેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા પરિવારના લોકો મોતને ભેટ્યા.
- ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરીમાં મહેસાણાના પરિવારનું મોત
- કેનેડાથી અમેરિકા ઘૂસણખોરી કરવા જતાં થયું મોત
ખરાબ હવામાનને કારણે બોટ ડૂબી ગઇ
આ પરિવારે બોટ મારફતે નદી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે બોટ ડૂબી ગઇ હતી. જેમાં બે બાળકો સહિત પતિ-પત્નીના મોત થયા હતા. કેનેડા પોલીસે જે નામ જાહેર કર્યા છે તે મૃતકોમાં 50 વર્ષીય પ્રવીણભાઈ ચૌધરી, 20 વર્ષીય તેમનો પુત્ર મીત ચૌધરી , 24 વર્ષીય પુત્રી વિધિ ચૌધરીનો સમાવેશ થાય છે.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ