રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જો કે પરીક્ષા ગત એપ્રિલ માસમાં પૂર્ણ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પેપર ચકાસણી કાર્યવાહી શરૂ કરી હતી જેમાં શિક્ષણ વિભાગ અત્યાર સુધીમાં 90 ટકા ઉતરવહી ચકાસણી કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે અને મે માસના પ્રથમ સપ્તાહમાં લગભગ 100 ટકા પેપર ચકાસની કાર્યવાહી પૂર્ણ થશે.

આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે
રાજ્યના શિક્ષણ વિભાગે હાલ વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક હિતકારી નિર્ણય લીધો છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થીઓના પ્રશ્નોના ત્વરીત નિકાલ લાવવા તજજ્ઞ સમિતિ દ્વારા જીઆર. અને દરેક અરજીઓનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓની સહાયની દરખાસ્તોને લાભ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓના હિતમાં લીધેલા નિર્ણયથી લગભગ રૂપિયા 12 કરોડ જેટલી રકમ વિવિધ અભ્યાસક્રમોની ફી સ્વરૂપે મળશે. આ વિશે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી. રાજ્યના 600 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના નો લાભ મળી શકતો ન હતો પરંતુ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને હવે સરકારી સહાયનો લાભ મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં