GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

RBI બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને આપી હતી આ ચેતવણી

rbi warns of demonetisation

આરબીઆઇ બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને ચેતવણી આપી હતી કે નોટબંધીથી દેશના આર્થિક વિકાસ પર ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર પડશે અને આ પગલાથી કાળા નાણાં પર અંકુશ મૂકવામાં કોઇ મદદ નહીં મળે. તે સમયે આરબીઆઇ બોર્ડમાં વર્તમાન આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસ ડાયરેક્ટર હતાં.

આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં જાણવા મળ્યું છે કે આઠ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી તેના અઢી કલાક પહેલા મધ્યસ્થ ૂબેંકની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારને નોટબંધી અંગે ચેતવણી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટ રદ કરવાનો મુખ્ય ઉદ્દેશ કાળા નાણાં પર અંકુશ મેળવવાનો હતો. ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટ રદ કરવાથી કુલ ચલણી નોટોનો ૮૬ ટકા નોટોના સર્ક્યુલેશન પર અસર પડી હતી. નોટબંધીની જાહેરાતના દિવસે મળેલ આરબીઆઇ બેઠકની મિનિટ્સ પરથી જાણવા મળ્યું હતું કે  તે બેઠકમાં તત્કાલીન આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ અને આર્થિક બાબતોના સચિવ શક્તિકાંતા દાસ હાજર રહ્યાં હતાં.

આ બેઠકમાં તત્કાલીન નાણાકીય સેવાઓના સચિવ અંજુલી ચિબ દુગ્ગલ, આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર આર ગાંધી અને એસ એસ મુન્દ્રા પણ હાજર રહ્યાં હતાં. ગાંધી અને મુન્દ્રા હાલમાં આરબીઆઇ બોર્ડના સભ્ય નથી અને શક્તિકાંતા દાસને ડિસેમ્બર, ૨૦૧૮માં આરબીઆઇના ગવર્નર બનાવવામાં આવ્યા છે. આ મિનિટ્સમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટો રદ કરવાથી ચાલુ નાણાકીય વર્ષના જીડીપી પર પ્રતિકૂળ અસર પડશે. 

નોટબંધીની જાહેરાતના દિવસે દિલ્હીમાં આરબીઆઇ બોર્ડની મળેલી ૫૬૧મી બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગનું કાળું નાણું રોકડમાં રાખવામાં આવતું નથી. મોટા ભાગના કાળા નાણાંનું રોકાણ સોના અને રિયલ એસ્ટેટમાં કરવામાં આવે છે અને નોટબંધીથી આ બે સેક્ટરમાં રોકાયેલા કાળાં નાણાં પર કોઇ અસર પડશે નહીં.

Related posts

હાઈટાઈડની ચેતવણી: ભારે વરસાદનાં કારણે મુંબઈ જળબંબાકાર, લોકલ ટ્રેનો થઈ બંધ- ઘરોમાં ઘૂસ્યા પાણી

pratik shah

રામ મંદિર ભૂમિપૂજન: લેન્ડિગથી વિદાય સુધીનો કાર્યક્રમ, જાણો અયોધ્યામાં PM મોદીનો મિનિટ ટૂ મિનિટ પ્રોગ્રામ

pratik shah

ભૂમિ પૂજન માટે સાજ-શણગાર સાથે તૈયાર રામનગરી અયોધ્યા, ગુજરાતથી ચાંદી લઈને રવાના થયા સાધુ-સંત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!