GSTV
Home » News » ગુજકેટના ભરાયેલા ઓનલાઈન ફોર્મમાં વિદ્યાર્થીઓ ૨૩ માર્ચ સુધી જ કરી શકશે સુધારો

ગુજકેટના ભરાયેલા ઓનલાઈન ફોર્મમાં વિદ્યાર્થીઓ ૨૩ માર્ચ સુધી જ કરી શકશે સુધારો

ગુજકેટની પરીક્ષા માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પુર્ણ થઈ ગયુ છે અને ચૂંટણીને લઈને પરીક્ષા ૨૩ એપ્રિલને બદલે ૨૬મી એપ્રિલે લેવાનાર છે ત્યારે પરીક્ષાના ફોર્મમાં સુધારા માટે બોર્ડે ૨૩ માર્ચ સુધીની મુદ્દત આપી છે.જ્યારે બોર્ડે આ વખતની ગુજકેટમાં બોર્ડ દ્વારા અપાતુ સ્ટુડન્ટ આઈડી અથવા અન્ય ફોટો આઈડી ફરજીયાત કર્યુ છે.

આ વર્ષે અનેક કારણોસર ગુજકેટની પરીક્ષા તારીખમાં ચાર વખત ફેરફાર કરાયો છે.અંતિમ ફેરફાર મુજબ ૨૬મી એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટ લેવાનાર છે.ધો.૧૨ સાન્યસના એ ગુ્રપ,બી ગુ્રપ અને એબી એમ ત્રણેય ગુ્રપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ લેવાશે અને રાજ્યની ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ ફરજીયાત છે.આ વર્ષે ગુજકેટ માટે ૧.૩૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન ગત મહિને પૂર્ણ કરી દેવાયુ છે પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મમાં વિદ્યાર્થીએ કોઈ પણ વિગતો સુધારવી હોય તે માટે બોર્ડે ૨૩મી માર્ચ સુધીની મુદ્દત આપી છે.જ્યારે બોર્ડ દ્વારા આજે કરાયેલા પરિપત્ર મુજબ વિદ્યાર્થીએ ગુજકેટની પરીક્ષામાં બોર્ડે આપેલ સ્ટુડન્ટ આઈડી કાર્ડ અથવા અન્ય ફોટો આઈડી લાવવુ ફરજીયાત છે.મહત્વનું છે કે મૂળ વિદ્યાર્થીને જગ્યાએ અન્ય કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે અને રીસિપ્ટમાં છેડછાડ કરીને અન્ય કોઈ ડમી વિદ્યાર્થી પરીક્ષા ન આપે તે માટે સ્ટુડન્ટ આઈડી અથવા ફોટો આઈડી ફરજીયાત કરવામા આવ્યુ છે.

Related posts

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari

BJPની વીઆઈપી સીટ: અજય રાય અને શાલીનીની એન્ટ્રીથી કેટલો ફાયદો થશે પીએમ મોદીને?

Bansari

પીએમ મોદીના ભાઈના ઘરની દિવાલ પર છે જવાહર લાલ નહેરૂની તસવીર, થયો મોટો ખુલાસો

Mansi Patel