GSTV

આરબીઆઈ બોર્ડની આજે મહત્વની બેઠક, તમામ 18 સભ્યો રહેશે હાજર

Last Updated on November 19, 2018 by Karan

કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે થયેલા ટકરાવ બાદ આજે આરબીઆઈ બોર્ડની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં આરબીઆઈના તમામ 18 સભ્યો હાજર રહેશ. બેઠકનો એજન્ડા પહેલાથી નક્કી છે. પરંતુ એજન્ડા સિવાના અન્ય મુદાઓ અંગે પણ ચર્ચા થવાન છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડની બેઠકમાં સરકાર સાથે થયેલા ટકરાવ મુદે ઉકેલ આવી શકે છે. બેઠકમાં બેંકના ગવર્નર ઉર્જિત પટેલ અને તેમની ટીમ એમએસએમઈને લોન આપવા અંગે કેટલાક પ્રસ્તાવ રજૂ કરશે. ઉર્જિત પટેલ બેઠકમાં કેન્દ્રીય બેંકોની આક્રમક નીતિનો બચાવ કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉર્જિત પટેલ સાથે નાયબ ગવર્નર પણ પોતાનો પક્ષ રજૂ કરશે જેમને અન્ય સવતંત્ર ડાયરેક્ટર્સનું સમર્થન મળી શકે છે. બેઠકમાં પીસીએની રૂપરેખા, અને એમએસએમઈમાં લોન આપવાની જોગવામાં ઢીલ આપવા સહમતી થઈ શકે છે. હાલમાં 21 જાહેર બેંકમાંથી 11 બેંક પીસીએ હેઠક કામ કરે છે. આ તમામ બેંકમાં નવી લોન આપવા માટે કડક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે.

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

બાપ રે! મુન્દ્રા બંદરેથી ઝડપેલા હેરોઈનની કિંમત 200000000000 ને પાર, તાલિબાન-ISI કનેક્શનની આશંકા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!